Friday 1 February 2013

પરોઢિયે


પરોઢિયે પંખી જાગીને
          ગાતા મીઠાં તારા ગાન,
પરોઢિયે મંદિર મસ્જિદમાં
        ધરતા લોકો તારું ધ્યાન!
તું ધરતીમાં તું છે નભમાં,
     સાગરમહીં વસે છે તું,
ચાંદા સૂરજમાંયે તું છે,
     ફૂલો મહીં હસે છે તું.
હરતાં ફરતાં કે નીંદરમાં,
         રાતે દિવસે સાંજ સવાર;
તારો અમને સાથ સદાયે,
      તું છે સૌનો રક્ષણહાર.
દેવ,બનાવી દુનિયા છે તેં,
     તારો છે સૌને આધાર,
તું છે સૌનો, સૌ તારાં છે,
     નમીએ તુજને વારંવાર.
                             -સ્નેહરશ્મિ
                                              ગુજરાતી વાંચન માળા,ચોથી ચોપડી,૧૯૫૦

No comments: