Monday 11 February 2013

પ્રભાત જાણી


પ્રભાત જાણી પંખીડા રે ઉડ્યાં, કાક કરે ત્યાં કા કા રે;
 પપૈયા તો પિયુ પિયુ ઝંખે,સૂડા કૌ કૌ કરે વડશાખા રે.
મોર ટૌકાર કળા કરે સુંદર,આંસુ વહે ઢેલ વીણે રે;
પલાશ પર રૂડા પોપટ બોલે,કોયલડી ટહુકે સ્વર ઝીણે રે.
                                           પ્રભાત જાણી.......
  વાછરું માં માં શબ્દ જ ભણતાં,ગાયો બાં બાં શબ્દ બોલે રે;
શીતલ મંદ પવન સુવાસિત, (તે)વસ્ત્ર ઉડાડી ડોલે રે.
                                         પ્રભાત જાણી....
તે ટાણે તો જાગિયા અક્રૂર,જાણે મઇ ગયો મોર રે;
   નરસૈયાના સ્વામી વિણ ન જાગે, કે છે ગોપીઓનો શોર રે.
                                           પ્રભાત જાણી....
                                                                           - નરસિંહ મહેતા

No comments: