Sunday, 11 December 2016

૩૧ મી ડિસેમ્બર

નાનાભાઈ ભટ્ટ


                નૂતન શિક્ષણના ભેખધારી નૃસિંહપ્રસાદ કાલિદાસ ભટ્ટ ( નાનાભાઈ ભટ્ટ ) નો જન્મ તા.૧૧-૧૧-૧૮૮૨ ના રોજ  ભાવનગર પાસે બારવાળા મુકામે મૂળ વતન પચ્છેગામ (ભાલ) માં થયો હતો. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ ભાવનગરમાં લીધું. અભ્યાસમાં સામાન્ય પણ દ્દ્ઢ સંકલ્પની કારણે અનેક પ્રતિકૂળતા વચ્ચે મેટ્રિક થયા અને ભાવનગરની શામળદાસ કૉલેજમાંથી ૧૯૦૩માં વેદાંત-અંગ્રેજી વિષયો સાથે બી.એ. અને ૧૯૦૭માં એ જ વિષયોમાં મુંબઈથી એમ.એ. થઇ એસ.ટી.સી. મહુવાની હાઈસ્કૂલના આચાર્ય રૂપે અધ્યાપન કાર્યમાં જોડાઇ ગયા. દક્ષિણામૂર્તિ સંસ્થા તેમના જીવનનું સર્વોત્તમ સર્જન છે. સાણોસરા ગામે લોકભારતી ગ્રામ વિદ્યાપીઠની સ્થાપના કરી. ગુજરાતને આદર્શ ગ્રામસેવકો અને ગ્રામ શિક્ષકો આપ્યા. સ્વરાજ પ્રાપ્તિ બાદ સરદાર વલ્લ્ભભાઇ પટેલના આગ્રહથી ઢેબરભાઇના મંત્રીમંડળમાં શિક્ષણપ્રધાન બન્યા. ભારત સરકારે પદ્નશ્રીનો ખિતાબ આપીને તેમનું બહુમાન કરેલું છે. તેમણે ૪૦ જેટલા પુસ્તકો લખ્યાં છે. પ્રાચીન સાહિત્યનું મૌલિક શૈલીમાં પુનનિર્માણ તેમ જ કેળવણી અને ધર્મચિંતન વિશેનું સાહિત્ય એમનું મહત્ત્વનું પ્રદાન છે. સરળ અને હૃદયસ્પર્શી ગદ્ય તેમના લખાણોની વિશેષતા છે. એમની પાસેથી નિખાલસ અને નિર્ભીક આત્મકથા ઘડતર અને ચણતરપણ ગુજરાતી સાહિત્ય જગતને મળી છે. તા.૩૧.૧૨.૧૯૬૧ ના રોજ તેમનું અવસાન થયું.    

No comments: