યશપાલજી
પ્રસિદ્ધ સાહિત્યકાર યશપાલનો જન્મ એક સાધારણ
પંજાબી ખત્રી પરિવારમાં થયો હતો. વિદ્યાર્થી અવસ્થામાં તેમણે પુષ્કળ સાહિત્ય
વાંચ્યું. ઉચ્ચ અભ્યાસ માટે પંજાબ જઇ, ત્યાં ‘નવજવાન ભારત સભા’ ના સભ્ય બન્યા.
હિન્દુસ્તાન સોશ્યાલિસ્ટ રીપબ્લિકન આર્મીના વડા બન્યા. જીવન સાહિત્ય સાધનામાં
ગાળવા નિશ્ચય કર્યો. ‘સિંહાવલોકન’, ’દેશદ્રોહી’, ‘નશે નશે કી બાત’, ’રામરાજ્યકી કથા’, ’જૂઠાસચ’ જેવા અસંખ્ય
પુસ્તકો દ્વારા એમણે હિંદી સાહિત્યને સમૃદ્ધ બનાવ્યું. તેઓ માર્કસવાદી વિચારસરણી
ધરાવતા હતા. ભારત સરકારે તેમને પદ્મભૂષણથી વિભૂષિત કર્યા હતા. તા. ૨૬/૧૨/૧૯૭૬ના
રોજ હદયના રોગના હુમલાથી તેમનું અવસાન થયું.
No comments:
Post a Comment