ચક્રવર્તી રાજગોપાલચારી
‘રાજાજી’ ના
લાડીલા નામથી જાણીતા થયેલા રાજગોપાલચારીનો જન્મ ઇ.સ. ૧૮૭૯ માં તમિલનાડુના એક
ગામડામાં થયો હતો. ગ્રેજ્યુએટ થઇ વકીલાતના વ્યવસાયમાં સારી જમાવટ કરી અને ત્યાર
પછી ગાંધીજીનો પ્રત્યક્ષ પરિચય થતાં તેઓ સ્વાતંત્ર્ય સંગ્રામમાં સક્રિય રીતે જોડાઇ
ગયા હતા. સ્વામી વિવેકાનંદ પાસેથી દેશબાંધવોની દુર્દશામાંથી ઉન્નતિ કરવાની તેમને
પ્રેરણા મળી. તેઓ મદ્રાસના મુખ્યપ્રધાન બન્યા હતા. સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર
જનરલ બનવાનું બહુમાન પણ તેમને મળ્યું
હતું. તા. ૨૫/૧૨/૧૯૭૨ ના રોજ તેમનું અવસાન થયું.
અટલબિહારી વાજપેયી
વક્તૃત્વકલા દ્રારા સભા પર છવાઇ
જનાર અને કવિ હદય ધરાવતા ભારતના વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનો જન્મ તા.
૨૫/૧૨/૧૯૨૪ના રોજ મધ્યપ્રદેશના ગ્વાલિયર શહેરમાં થયો હતો.
વાજપેયીએ લક્ષ્મીબાઇ કૉલેજમાં
એમ.એ.સુધી અભ્યાસ કર્યો છે. ૧૯૪૦માં તેઓ રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘમાં જોડાયા અને
ભારતની આઝાદીની ચળવળમાં પણ ભાગ લીધો હતો. ઇ.સ. ૧૯૫૭થી તેઓ સતત લોકસભામાં ચૂંટાતા
આવ્યા છે. ૧૯૭૫માં ઇંદિરાજીએ કટોકટી દાખલ કરી ત્યારે તેઓ પણ અન્ય નેતાઓની સાથે
જેલમાં ગયા હતા. તેમને ‘પદ્મભૂષણ’ તથા ‘સર્વશ્રેષ્ઠ સાસંદ’ સહિત અન્ય સન્માન મળ્યાં છે.
વડાપ્રધાન પદે આવ્યા બાદ
ભારત-પાકિસ્તાનના સંબંધો સુધારવા સમજૌતા એકસપ્રેસ, લાહોર બસયાત્રા શરૂ
કરી હતી, પાકિસ્તાનના વડપ્રધાન મુશર્રફ સાથે આગ્રા શિખર
મંત્રણા પણ યોજી હતી.
No comments:
Post a Comment