સલીમ અલી
ગુજરાતના વનસ્પતિશાસ્ત્રી અને
આર્યુંવેદાચાર્ય,પક્ષીવિદ, પ્રકૃતિવાદી, વન્યજીવન સંરક્ષણવાદી અને ભારતના ‘ બર્ડ મેન’ તરીકે જાણીતા ડૉ. સલીમ
મોહિઝુદ્દીન અબ્દુલ અલીનો જન્મ તા.૧૨/૧૧/૧૮૯૬ ના રોજ મુંબઈમાં થયો હતો. તેમનુ મૂળ
વતન ખંભાત હતું. તેમનું આખું નામ ડૉ.સલીમ મોહિઝુદ્દીન અબ્દુલ અલી હતું. ડૉ.સલીમ
અલી એની જિંદગીના શરૂઆતના દિવસો બેકારી અને તકલીફોમાં વિતાવ્યા હતા. નસીબે એનો હાથ
પકડ્યો ના હોત તો તે વેપારધંધામાં કે ઓફીસ મેનેજર તરીકે જ જીવી જાત. દસ વર્ષની વયે
સલીમને મામાએ એરગન લઇ આપી. એક દિવસ સલીમે ચકલીનો શિકાર કર્યો. આ ચકલીના ગળાનો
નીચેલો ભાગ પીળા રંગનો હતો. સલીમ એ જાણવા ઉત્સુક હતો.પણ તેના મામા કહી ણા શક્યા કે
ચકલી નોખી કેમ છે. એમણે સલીમને બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી પર જવાનું સૂચવ્યું.
એ ગયો તો ખરો,પણ અજાણ્યા અને વિચિત્ર
લાગતાંઅંગેજ માનદ મંત્રી એસ.મીલાર્ડની પાસે જતાં અચકાતો હતો. હિંમત કરી તે ઓફિસમાં
ગયો. આ એક જ ઘટનાએ સલીમની જિંદગીમાં આમૂલ પરિવર્તન આવ્યું. અને ભારતને તેનો
શ્રેષ્ઠ પક્ષીવિદ મળ્યો. મિલાર્ડે પેલી ચકલીને પીળા રંગની ચકલી ઓળખી બતાવી અને
સોસાયટીમાં દવાઓ ભરીને સાચવેલા પક્ષીઓનો અદભૂત ખજાનો પણ એને બતાવ્યો. સલીમને આ
ઘટના પછી પક્ષીવિદ તરીકે જ વ્યવસાયમાં જોડાવાનો સંકલ્પ કર્યો.તેમને ભારતમાં
હૈદરાબાદ રાજ્યના પક્ષીઓની મોજણીની સર્વપ્રથમ કામગીરી કરી.ત્યારપછી સમગ્ર ભારતના
બધા જ પ્રદેશમાં પક્ષીઓની મોજણીની કામગીરી કરી હતી.
સલીમ અલીએ દાયકાઓ સુધી બોમ્બે નેચરલ
હિસ્ટ્રી સોસાયટી (બી.એન.એચ.એસ)સાથે રહીને વિવિધ પ્રજાતિઓનાં પક્ષીઓ વિશે ગહન
સંશોધનકાર્ય કર્યું હતું. ઇ.સ. ૧૯૪૭ પછી તેમણે ‘બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી’ માં પ્રમુખ વ્યક્તિ તરીકે યોગદાન આપ્યું અને ‘ભરતપુર પક્ષી અભયારણ્ય’(કેઓલદેવ રાષ્ટ્રીય ઉદ્યાન) ના નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવી
છે.તેમણે સાયલનન્ટ વેલી નેશનલ પાર્કને બચાવવા માટે પણ મહત્વનું યોગદાના આપેલ છે. કચ્છ
અને ત્રાવણકોરનાં પક્ષીઓ પર તો તેમણે સ્વંતત્ર ગ્રંથો લખ્યા છે. ડૉ. સલીમ અલી
દ્વારા લખાયેલું અને ૧૯૪૧ માં પ્રકાશિત થયેલું “The Book of Indian Birds” જે BNHS & Oxford દ્વારા પણ પ્રકાશિત થયું અને બધા જ પક્ષીપ્રેમીઓ દ્વારા
વખાણાયુ છે. જેમા ભારતમાં જોવા મળતા 500 થી વધુ પક્ષીઓની સચિત્ર માહિતી છે તથા પક્ષીનિરીક્ષણ માટેના ફિલ્ડમાર્ક અને
પૂરકમાહિતી પણ ખૂબ જ સરસ છે. ત્યારબાદ તેમણે બીજુ પુસ્તક “handbook of the birds of india and Pakistan ” પણ લખ્યું છે. જેમાં તેમણે
પક્ષીઓની ગુણ-અવગુણ, પ્રવાસી આદતો વિશે રોચક માહિતી આપેલ છે. 'આપણાં સામાન્ય પક્ષીઓ' એ તેમનું
પ્રસિદ્ધ પુસ્તક છે. આ ઉપરાંત પણ તેમણે પક્ષીઓ વિશે ઘણા પુસ્તકો
લખ્યા છે. તેમણે ‘ ધ હોલ ઓફ ધ
સ્પેરો’ નામની આત્મકથા લખી.
તેમણે ઘણા રાષ્ટ્રીય અને
અંતરરાષ્ટ્રીય પુરસ્કાર એનાયત થયા છે. ૧૯૫૮ માંભારત સરકારે તેમ ને ‘પદ્મ ભૂષણ’ અને ૧૯૭૬ માં ‘પદ્મવિભૂષણ’ આપી સન્માનિત કર્યા છે. ડૉ.સલીમ અલી ૨૦મી જુન ૧૯૮૭નાં દિવસે
અવસાન થયું. તેમના માન અને દેશને આપેલ
અપ્રતિમ સેવા બદલ ગોવા સ્થિંત પક્ષી ઉદ્યાનનું નામકરણ કયા પ્રસિદ્ધ વ્ય ક્તિ નાં
તેમના નામ પર રાખવામાં આવ્યું છે.
અરૃણાચલ પ્રદેશના પશ્ચિમ વિસ્તારમાંથી મળી
આવેલા વિશિષ્ટ અને નવી પ્રજાતિના પક્ષી હિમાલયન ફોરેસ્ટ થ્રસને ભારતના
વિશ્વપ્રસિદ્ધ પક્ષી નિષ્ણાત સ્વ.સલીમ અલીનું નામ આપવામાં આવ્યું છે.એટલે કે આ નવી
પ્રજાતિના પંખીને ઝૂથેરા સલીમ અલી એવું નામ આપવામાં આવ્યું છે. કોચિ શહેરથી 58 કિમી અને એર્નાકૂલમ જિલ્લામાં કોઠમંગલમની ઉત્તરે મધ્ય કેરલાના ઇડુક્કી
જિલ્લાના દેવીકુલમ તાલુકામાં તટ્ટેક્કાડમાં “તટ્ટેક્કાડ પક્ષી અભ્યારણ્ય” આવેલું છે. આ
પક્ષી અભ્યારણ્યની વૈશ્વિક પ્રસિદ્ધિની કીર્તિ ડો સલીમ અલી આંતરરાષ્ટ્રીય પ્રખ્યાત
પક્ષીવિદ્યા નિષ્ણાતને કારણે છે.
No comments:
Post a Comment