Sunday, 11 December 2016

૩૦ મી ડિસેમ્બર

રમણ મહર્ષિ


              ભારતના ઉત્તમ કોટિના સંત,દિવ્યદ્રષ્ટા સાધુપુરુષ રમણ મહર્ષિનો જન્મ તા. ૩૦.૧૨.૧૮૭૬ ના રોજ દક્સિણ ભારતના મદુરામાં થયો હતો. અભ્યાસમાં એમનું મન ચોંટતું નહી અને ધ્યાનમાં બેસી રહેતા તેમણ ઘર છોડ્યું. આત્મસાક્ષાત્કારના વિશુદ્ધ આનંદમાં સદા મગ્ત રહેતા શ્રી રમણને દેહનું કોઇ ભાન રહેતું નહી. તેઓ બહું ઓછુ બોલતા પણ જે કંઇ બોલતા તે સાંભળનારના હ્રદય સોંસરવું ઉતરીજતું. એમની રમણગીતા અને ઉપદેશસારમ્ ઘણા ઉપકારક નીવડ્યાં છે. મહર્ષિના જીવન સાથે સંકળાયેલા દંડ જેવી ચીજો અને સ્થાનો અવશેષ તરીકે આજે પણ અકબંધ સાચવી રખાયેલ છે. ઇ.સ. ૧૯૫૦ ના એક દિવસની સંધ્યાએ તેમણે અંતિમ શ્વાસ લીધા. 

૩૧ મી ડિસેમ્બર

નાનાભાઈ ભટ્ટ


                નૂતન શિક્ષણના ભેખધારી નૃસિંહપ્રસાદ કાલિદાસ ભટ્ટ ( નાનાભાઈ ભટ્ટ ) નો જન્મ તા.૧૧-૧૧-૧૮૮૨ ના રોજ  ભાવનગર પાસે બારવાળા મુકામે મૂળ વતન પચ્છેગામ (ભાલ) માં થયો હતો. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ ભાવનગરમાં લીધું. અભ્યાસમાં સામાન્ય પણ દ્દ્ઢ સંકલ્પની કારણે અનેક પ્રતિકૂળતા વચ્ચે મેટ્રિક થયા અને ભાવનગરની શામળદાસ કૉલેજમાંથી ૧૯૦૩માં વેદાંત-અંગ્રેજી વિષયો સાથે બી.એ. અને ૧૯૦૭માં એ જ વિષયોમાં મુંબઈથી એમ.એ. થઇ એસ.ટી.સી. મહુવાની હાઈસ્કૂલના આચાર્ય રૂપે અધ્યાપન કાર્યમાં જોડાઇ ગયા. દક્ષિણામૂર્તિ સંસ્થા તેમના જીવનનું સર્વોત્તમ સર્જન છે. સાણોસરા ગામે લોકભારતી ગ્રામ વિદ્યાપીઠની સ્થાપના કરી. ગુજરાતને આદર્શ ગ્રામસેવકો અને ગ્રામ શિક્ષકો આપ્યા. સ્વરાજ પ્રાપ્તિ બાદ સરદાર વલ્લ્ભભાઇ પટેલના આગ્રહથી ઢેબરભાઇના મંત્રીમંડળમાં શિક્ષણપ્રધાન બન્યા. ભારત સરકારે પદ્નશ્રીનો ખિતાબ આપીને તેમનું બહુમાન કરેલું છે. તેમણે ૪૦ જેટલા પુસ્તકો લખ્યાં છે. પ્રાચીન સાહિત્યનું મૌલિક શૈલીમાં પુનનિર્માણ તેમ જ કેળવણી અને ધર્મચિંતન વિશેનું સાહિત્ય એમનું મહત્ત્વનું પ્રદાન છે. સરળ અને હૃદયસ્પર્શી ગદ્ય તેમના લખાણોની વિશેષતા છે. એમની પાસેથી નિખાલસ અને નિર્ભીક આત્મકથા ઘડતર અને ચણતરપણ ગુજરાતી સાહિત્ય જગતને મળી છે. તા.૩૧.૧૨.૧૯૬૧ ના રોજ તેમનું અવસાન થયું.    

૨૯ મી ડિસેમ્બર


પંડિત ઓમકારજી

             મહાન સંગીતકાર પંડિત ઓમકારનાથજી ઠાકુરનો જન્મ ઉનેવાળ બ્રાહ્મણ પરિવારમાં ભરૂચ પાસેના જહાજ ગામમાં થયો હતો. માતા-પિતાનો મધુર કંઠ વારસામાં જ તેમને મળ્યો હતો. શ્રી વિષ્ણુ દિગંબર જેવા તજજ્ઞ ગુરૂ પાસે સંગીત સાધના શરૂ કરી. પ્રસન્ન થઇને ગુરૂજીએ તેમને લાહોરમાં ગાંધર્વ મહાવિદ્યાલયના મુખ્ય આચાર્ય પદે નિયુક્ત કર્યા. રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્ર્રીય પરિષદોમાં તેઓએ પોતાના સુરીલા કંઠે અનેક ગીતો, ભાવગીતો, ગઝલો ગાઇને અનેક પારિતોષિકો, સન્માનો અને અભિવાદનો પ્રાપ્ત કર્યા. અપ્રતિમ સંગીતજ્ઞ પંડિત ઓમકારનાથજીએ તા. ૨૯.૧૨.૧૯૬૭ ના રોજ ચિરવિદાય લીધી.  

ચુનીલાલ મડિયા


                ચુનીલાલ મડીયાનો જન્મ સૌરાષ્ટ્રમાં આવેલા ધોરાજી મુકામે તા. ૧૨.૦૮.૧૯૨૨ ના રોજ થયો હતો. તેઓ મુખ્યત્વે નવલકથાકાર, વાર્તાકાર, અને નાટ્યકાર તરીકે સુપ્રસિદ્ધ છે. ઘુઘવતા નીર’, અંત:સ્ત્રોતા’, વગેરે એમના ટૂંકી વાર્તાના સંગ્રહો છે. રંગદા’, વિષ વિમોચન’, રક્તતિલક’, જેવા એકાંકી નાટકોના સંગ્રહો  અને શૂન્ય શેષ  જેવું દીર્ઘ નાટક તેમજ રામલો અને રૉબિન હૂડ જેવું હાસ્ય-કટાક્ષ નાટક આપીને એમણે ગુજરાતી નાટ્ય સાહિત્યને સઘન કર્યું છે. વ્યાજનો વારસ’, લીલુડી ધરતી’, સધરા જેસંગનો સાળો જેવી અનેક નોંધપાત્ર નવલકથાઓ આપીને એમણે ગુજરાતી નવલકથા સાહિત્યને પણ સમૃદ્ધ કર્યું છે. આ ઉપરાંત એમણે વિવેચન, નિબંધ અને કવિતાના ક્ષેત્રમાં પણ પ્રદાન કર્યું છે. તેમની કેટલીક નવલકથાઓ પરથી ગુજરાતી ચલચિત્રોનું નિર્માણ પણ થયું છે.   

૨૮ મી ડિસેમ્બર

                                       મધુરીબહેન દેસાઇ


            મધુરીબહેનનો જન્મ અમદાવાદમાં થયો હતો. અભ્યાસની સાથે સાથે ઇતિહાસ, રાજકારણ, અર્થશાસ્ત્ર વગેરેનું અધ્યયન ઉપરાંત ચિત્રકળા અને ભારતીય પશ્રિમી સંગીતની તાલીમ પણ લીધી. દેશની સ્વાતંત્ર્ય માટેની લડતોમાં પ્રાપ્ત દેસાઇ કુટુંબના અર્પણમાં મધુરીબહેનનું પ્રદાન પણ હતું જ. એમણે ભારતના પ્રાચીન મંદિરો, ગુફાઓ અને શિલ્પ સ્થાપત્યોનો એક સુંદર, માહિતીપ્રદ સચિત્ર નકશો એમણે તૈયાર કરેલો. તા. ૨૮/૧૨/૧૯૭૪ ના રોજ એમનું અચાનક અવસાન થયું.

૨૭ મી ડિસેમ્બર

મિરઝા ગાલિબ

              ઉર્દૂ કવિતાને અદભૂત રંગ આપનાર, ભવ્યશાયર મિરઝા ગાલિબનો જન્મ તા. ૨૭/૧૨/૧૭૯૭ ના રોજ થયો હતો. બાળપણથી જ તેને શાયરીનો શોખ હતો. ધીરે ધીરે તેમની કવિતા તીખી અને વ્યંગમય બનતી ગઇ. નવા શબ્દો અને નવીન પ્રયોગો દ્વારા ગઝલને ઉન્નતિની ટોચ પર મૂકી છે. ગાલીબે શાયરીની ચીલાચાલુ રસમ તોડફોડીને ઊર્દૂ ગઝલને નૂતન પહેરવેશ આપ્યો હતો. ઊર્દૂ ગઝલમાં જિંદગી વિશે વાતો લખી, તેમણે ગઝલને શણગારી છે. ઇ.સ. ૧૮૬૯માં  તેમો નશ્વરદેહ નષ્ટ થયો. 

૨૬ મી ડિસેમ્બર

યશપાલજી

                      પ્રસિદ્ધ સાહિત્યકાર યશપાલનો જન્મ એક સાધારણ પંજાબી ખત્રી પરિવારમાં થયો હતો. વિદ્યાર્થી અવસ્થામાં તેમણે પુષ્કળ સાહિત્ય વાંચ્યું. ઉચ્ચ અભ્યાસ માટે પંજાબ જઇ, ત્યાં નવજવાન ભારત સભા ના સભ્ય બન્યા. હિન્દુસ્તાન સોશ્યાલિસ્ટ રીપબ્લિકન આર્મીના વડા બન્યા. જીવન સાહિત્ય સાધનામાં ગાળવા નિશ્ચય કર્યો. સિંહાવલોકન’, દેશદ્રોહી’, નશે નશે કી બાત’, રામરાજ્યકી કથા’, જૂઠાસચ જેવા અસંખ્ય પુસ્તકો દ્વારા એમણે હિંદી સાહિત્યને સમૃદ્ધ બનાવ્યું. તેઓ માર્કસવાદી વિચારસરણી ધરાવતા હતા. ભારત સરકારે તેમને પદ્મભૂષણથી વિભૂષિત કર્યા હતા. તા. ૨૬/૧૨/૧૯૭૬ના રોજ હદયના રોગના હુમલાથી તેમનું અવસાન થયું.

૨૫ મી ડિસેમ્બર

ચક્રવર્તી રાજગોપાલચારી
         રાજાજી ના લાડીલા નામથી જાણીતા થયેલા રાજગોપાલચારીનો જન્મ ઇ.સ. ૧૮૭૯ માં તમિલનાડુના એક ગામડામાં થયો હતો. ગ્રેજ્યુએટ થઇ વકીલાતના વ્યવસાયમાં સારી જમાવટ કરી અને ત્યાર પછી ગાંધીજીનો પ્રત્યક્ષ પરિચય થતાં તેઓ સ્વાતંત્ર્ય સંગ્રામમાં સક્રિય રીતે જોડાઇ ગયા હતા. સ્વામી વિવેકાનંદ પાસેથી દેશબાંધવોની દુર્દશામાંથી ઉન્નતિ કરવાની તેમને પ્રેરણા મળી. તેઓ મદ્રાસના મુખ્યપ્રધાન બન્યા હતા. સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ બનવાનું બહુમાન પણ  તેમને મળ્યું હતું. તા. ૨૫/૧૨/૧૯૭૨ ના રોજ તેમનું અવસાન થયું.

અટલબિહારી વાજપેયી
                 વક્તૃત્વકલા દ્રારા સભા પર છવાઇ જનાર અને કવિ હદય ધરાવતા ભારતના વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનો જન્મ તા. ૨૫/૧૨/૧૯૨૪ના રોજ મધ્યપ્રદેશના ગ્વાલિયર શહેરમાં થયો હતો.
             વાજપેયીએ લક્ષ્મીબાઇ કૉલેજમાં એમ.એ.સુધી અભ્યાસ કર્યો છે. ૧૯૪૦માં તેઓ રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘમાં જોડાયા અને ભારતની આઝાદીની ચળવળમાં પણ ભાગ લીધો હતો. ઇ.સ. ૧૯૫૭થી તેઓ સતત લોકસભામાં ચૂંટાતા આવ્યા છે. ૧૯૭૫માં ઇંદિરાજીએ કટોકટી દાખલ કરી ત્યારે તેઓ પણ અન્ય નેતાઓની સાથે જેલમાં ગયા હતા. તેમને પદ્મભૂષણ તથા સર્વશ્રેષ્ઠ સાસંદ સહિત અન્ય સન્માન મળ્યાં છે.

           વડાપ્રધાન પદે આવ્યા બાદ ભારત-પાકિસ્તાનના સંબંધો સુધારવા સમજૌતા એકસપ્રેસ, લાહોર બસયાત્રા શરૂ કરી હતી, પાકિસ્તાનના વડપ્રધાન મુશર્રફ સાથે આગ્રા શિખર મંત્રણા પણ યોજી હતી.    

Friday, 14 October 2016

સલીમ અલી


સલીમ અલી
       ગુજરાતના વનસ્પતિશાસ્ત્રી અને આર્યુંવેદાચાર્ય,પક્ષીવિદ, પ્રકૃતિવાદી, વન્યજીવન સંરક્ષણવાદી અને ભારતના બર્ડ મેનતરીકે જાણીતા ડૉ. સલીમ મોહિઝુદ્દીન અબ્દુલ અલીનો જન્મ તા.૧૨/૧૧/૧૮૯૬ ના રોજ મુંબઈમાં થયો હતો. તેમનુ મૂળ વતન ખંભાત હતું. તેમનું આખું નામ ડૉ.સલીમ મોહિઝુદ્દીન અબ્દુલ અલી હતું. ડૉ.સલીમ અલી એની જિંદગીના શરૂઆતના દિવસો બેકારી અને તકલીફોમાં વિતાવ્યા હતા. નસીબે એનો હાથ પકડ્યો ના હોત તો તે વેપારધંધામાં કે ઓફીસ મેનેજર તરીકે જ જીવી જાત. દસ વર્ષની વયે સલીમને મામાએ એરગન લઇ આપી. એક દિવસ સલીમે ચકલીનો શિકાર કર્યો. આ ચકલીના ગળાનો નીચેલો ભાગ પીળા રંગનો હતો. સલીમ એ જાણવા ઉત્સુક હતો.પણ તેના મામા કહી ણા શક્યા કે ચકલી નોખી કેમ છે. એમણે સલીમને બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી પર જવાનું સૂચવ્યું. એ ગયો તો ખરો,પણ અજાણ્યા અને વિચિત્ર લાગતાંઅંગેજ માનદ મંત્રી એસ.મીલાર્ડની પાસે જતાં અચકાતો હતો. હિંમત કરી તે ઓફિસમાં ગયો. આ એક જ ઘટનાએ સલીમની જિંદગીમાં આમૂલ પરિવર્તન આવ્યું. અને ભારતને તેનો શ્રેષ્ઠ પક્ષીવિદ મળ્યો. મિલાર્ડે પેલી ચકલીને પીળા રંગની ચકલી ઓળખી બતાવી અને સોસાયટીમાં દવાઓ ભરીને સાચવેલા પક્ષીઓનો અદભૂત ખજાનો પણ એને બતાવ્યો. સલીમને આ ઘટના પછી પક્ષીવિદ તરીકે જ વ્યવસાયમાં જોડાવાનો સંકલ્પ કર્યો.તેમને ભારતમાં હૈદરાબાદ રાજ્યના પક્ષીઓની મોજણીની સર્વપ્રથમ કામગીરી કરી.ત્યારપછી સમગ્ર ભારતના બધા જ પ્રદેશમાં પક્ષીઓની મોજણીની કામગીરી કરી હતી.
            સલીમ અલીએ દાયકાઓ સુધી બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી (બી.એન.એચ.એસ)સાથે રહીને વિવિધ પ્રજાતિઓનાં પક્ષીઓ વિશે ગહન સંશોધનકાર્ય કર્યું હતું. ઇ.સ. ૧૯૪૭ પછી તેમણે બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી માં પ્રમુખ વ્યક્તિ તરીકે યોગદાન આપ્યું અને ભરતપુર પક્ષી અભયારણ્ય’(કેઓલદેવ રાષ્ટ્રીય ઉદ્યાન) ના નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવી છે.તેમણે સાયલનન્ટ વેલી નેશનલ પાર્કને બચાવવા માટે પણ મહત્વનું યોગદાના આપેલ છે. કચ્છ અને ત્રાવણકોરનાં પક્ષીઓ પર તો તેમણે સ્વંતત્ર ગ્રંથો લખ્યા છે. ડૉ. સલીમ અલી દ્વારા લખાયેલું અને ૧૯૪૧ માં પ્રકાશિત થયેલું  “The Book of Indian Birds”  જે BNHS & Oxford દ્વારા પણ પ્રકાશિત થયું અને બધા જ પક્ષીપ્રેમીઓ દ્વારા વખાણાયુ છે. જેમા ભારતમાં જોવા મળતા 500 થી વધુ પક્ષીઓની સચિત્ર માહિતી છે તથા પક્ષીનિરીક્ષણ માટેના ફિલ્ડમાર્ક અને પૂરકમાહિતી પણ ખૂબ જ સરસ છે. ત્યારબાદ તેમણે બીજુ પુસ્તક  “handbook of the birds of india and Pakistan ” પણ લખ્યું છે. જેમાં તેમણે પક્ષીઓની ગુણ-અવગુણ, પ્રવાસી આદતો વિશે રોચક માહિતી આપેલ છે. 'આપણાં સામાન્ય પક્ષીઓ'   એ તેમનું પ્રસિદ્ધ પુસ્તક છે. આ ઉપરાંત પણ તેમણે પક્ષીઓ વિશે ઘણા પુસ્તકો લખ્યા છે. તેમણે ધ હોલ ઓફ ધ સ્પેરોનામની આત્મકથા લખી.
               તેમણે ઘણા રાષ્ટ્રીય અને અંતરરાષ્ટ્રીય પુરસ્કાર એનાયત થયા છે. ૧૯૫૮ માંભારત સરકારે તેમ ને પદ્મ ભૂષણઅને ૧૯૭૬ માં પદ્મવિભૂષણ આપી સન્માનિત કર્યા છે. ડૉ.સલીમ અલી ૨૦મી જુન ૧૯૮૭નાં દિવસે અવસાન થયું.  તેમના માન અને દેશને આપેલ અપ્રતિમ સેવા બદલ ગોવા સ્થિંત પક્ષી ઉદ્યાનનું નામકરણ કયા પ્રસિદ્ધ વ્ય ક્તિ નાં તેમના નામ પર રાખવામાં આવ્યું છે.
      અરૃણાચલ પ્રદેશના પશ્ચિમ વિસ્તારમાંથી મળી આવેલા વિશિષ્ટ અને નવી પ્રજાતિના પક્ષી હિમાલયન ફોરેસ્ટ થ્રસને ભારતના વિશ્વપ્રસિદ્ધ પક્ષી નિષ્ણાત સ્વ.સલીમ અલીનું નામ આપવામાં આવ્યું છે.એટલે કે આ નવી પ્રજાતિના પંખીને ઝૂથેરા સલીમ અલી એવું નામ આપવામાં આવ્યું છે.  કોચિ શહેરથી 58 કિમી અને એર્નાકૂલમ જિલ્લામાં કોઠમંગલમની ઉત્તરે મધ્ય કેરલાના ઇડુક્કી જિલ્લાના દેવીકુલમ તાલુકામાં તટ્ટેક્કાડમાં તટ્ટેક્કાડ પક્ષી અભ્યારણ્યઆવેલું છે. આ પક્ષી અભ્યારણ્યની વૈશ્વિક પ્રસિદ્ધિની કીર્તિ ડો સલીમ અલી આંતરરાષ્ટ્રીય પ્રખ્યાત પક્ષીવિદ્યા નિષ્ણાતને કારણે છે.