Monday 11 March 2013

પગલાં


પગલાં
દરિયાને તીર એક રેતીની ઓટલી
ઊંચી અટૂલી અમે બાંધી જી રે,
પગલું તે એક પાડે મહેમાન એમ
રામજીની આણ અમે દીધી જી રે,
પહેલા મહેમાન તમે આવો,સૂરજદેવ,
પગલું સોનાનું એક પાડો જી રે,
પગલામાં નવલખ તારાની ભાત ને
સંધ્યાના રંગ બેક માંડજો જી રે,
બીજા મહેમાન તમે આવો,પવનદેવ,
પગલું ઊડેરોં એક પાડજો જી રે,
પગલામાં વાત લખો પરીઓના દેશની
ફૂલડાંની ફોરમ પૂરજો જી રે,
ત્રીજા મહેમાન તમે આવો,સમદરદેવ,
પગલું મોતીનું એક પાડજો જી રે.
પગલામાં મહેલ ચણી સાતે પાતાળનાં,
માણેકના દીવા પ્રગટાવજો જી રે,
ધીરે મહેમાન જરા ધીરેથી આવજો,
પગલાં તે પાડજો જાળવી જી રે,
જો જો વિલાય ના એ પગલાની પાંદડી,
બાળુડે ઓટલી બનાવી જી રે.
                                                   -સુંદરમ્

No comments: