Thursday 21 March 2013

૨૧ મી માર્ચ


પુષ્પાબેન મહેતા
             સમાજસેવિકા પુષ્પાબેન મહેતાનો જન્મ પ્રભાસપાટણમાં તા.-૨૧/૦૩/૧૯૦૫ ના રોજ થયો હતો. તેમને કરૂણા,અભય અને સાહસિકતાના ગુણ વારસામાં મળ્યા હતા. પંદર વર્ષની વયે પુષ્પાબેન સાહિત્ય લેખો લખતાં થઇ ગયા હતા. બી.. થયા પછી હાઇસ્કૂલમાં શિક્ષિકા તરીકે જોડાયા. નાની ઉંમરે લગ્ન થયા અને ૨૬ વર્ષની નાની ઉંમરે વૈધવ્ય મળ્યું. ૧૯૪૨ ની ચળવળ વખતે ભૂગર્ભવાસીઓને મદદ કરી હતી. ભારત સરકારે પદ્મભૂષણનો ઇલકાબ આપીને તેમનું બહુમાન કર્યું. જૂનાગઢમાં શિશુમંગલરાજકોટમાં કાન્તા સ્ત્રી વિકાસ ગૃહ અને વઢવાણમાં વિકાસવિધ્યાલય એમ નારીગૃહોની સ્થાપના કરી. ઢેબરભાઇ સરકારમાં પુષ્પાબહેન સ્પીકરપદ માટે નિમાયા હતા.ઇ.સ. ૧૯૮૮ માં ગુજરાત જેમને માટે ગૌરવ લઇ શકે એવા પુષ્પાબહેનનું અવસાન થયું.  


શહનાઇવાદક બિસ્મિલ્લાહ ખાં
                મશહુર શહનાઇવાદક ઉત્સાહ બિસ્મિલ્લાહ ખાં સાહેબનો જન્મ તા. ૨૧-૦૩-૧૯૧૬ના રોજ બિહારની ડુમરાવ નામની એક રિયાસતમાં થયો હતો. તેમના પૂર્વજો રિયાસતના ખાનદાની શહનાઇવાદક હતા. નાનપણથી જ તેઓ શહનાઇમાં સિદ્ધ્રહસ્ત થઇ ગયા હતા. તે પછી તેઓ વારાણસીના બાલાજી મંદિરમાં શહનાઇ વગાડવા જવા લાગ્યા.
            અખિલ ભારત સંગીત સંમેલનમાં ૧૪ વર્ષની ઉંમરે અલાહાબાદમાં, ત્યારબાદ લખનૌમાં અને ૨૧ વર્ષની ઉંમરે કોલકતામાં શહનાઇ વગાડી સૌને ડોલાવી દીધા અને ઘણાં બધાં ઇનામો પ્રાપ્ત કર્યા.
            ૧૯૬૧માં પદ્મશ્રી , ૧૯૬૮માં પદ્મભૂષણ’, ૧૯૮૦માં પદ્મભૂષણ એવોર્ડથી વિવિધ રાષ્ટ્રપતિના હસ્તે તેમનું સન્માન કરવામાં આવ્યું. તા. ૨૬-૦૧-૨૦૦૧ના રોજ એમને ભારતનો સર્વશ્રેષ્ઠ એવોર્ડ ભારતરત્ન પણ આપવામાં આવ્યો.   

No comments: