Thursday 14 March 2013

સી.વી.રામન


સર સી.વી.રામન
દક્ષિણ ભારતના કુદરતી સૌંદર્ય ધરાવતા પ્રદેશમાં ત્રિચિનાપલ્લી નગરમાં આ મહાન વૈજ્ઞાનિક સર સી.વી.રામનનો જન્મ તા.૭ મી નવેમ્બર ૧૮૮૮૮ ના રોજ થયો હતો. શ્રી રામન બ્રાહ્મણ કુટુંબના હતા. તેમના પૂર્વજો ખેતીકામ કરતા અને જમીન દાર હતા.  તેમના પિતા ચંદ્રશેખર રામન અંગ્રેજી ભાષા સાહિત્યનો અભ્યાસ કરી ત્રિચિનાપલ્લીની એક શાળામાં શિક્ષક હતા. અને શ્રી સી.વી રામના જન્મ વખતે તેઓ બી.એ. કરતા હતા.
    આપણા આ વિજ્ઞાનીનું નામ  વ્યંકટ. પુત્રના જન્મ બાદ તેઓ બી.એ.થઇ ગયા અને વૉલ્ટેરમાં આવેલી એ.વી.એન કૉલેજમાં ગણિત અને ભૌતિકશસ્ત્રના અધ્યાપક તરીકે નિમાયા.  
             શ્રી રામને પ્રાથમિક શાળાનો અભ્યાસ નગરની પ્રાથમિક શાળામાં શરૂ કર્યો. નાનપણથી જ તેઓ ભણવામાં હોંશિયાર હતા. પરંતુ શ્રી રામનની તંદુરસ્તી સારી રહેતી ન હતી. આથી થોડા સમય માટે તેમણે અભ્યાસ છોડ્યો અને ત્યારબાદ તેઓ નાની ઉંમરમાં મેટ્રિક પાસ થયા જ્યારે તેમની ઉંમર ૧૨ વર્ષની હતી. શ્રી રામનને બાળપણથી જ વિજ્ઞાન ઉપરાંત ધાર્મિક પુસ્તકો પણ વાંચવાનો શોખ હતો. એ અરસામાં શ્રીમતિ એની બિસ્ટને ભારતમાં ધર્મની એક નવી ભાવના જાગૃત કરી હતી. મેટ્રિક પાસ થયા પછી તેઓ વોલ્ટેર કૉલેજમાં દાખલ થયા જ્યાં તેમના પિતાજી અધ્યાપક હતા. પિતાજી ના માર્ગદર્શન હેઠળ ઇન્ટર સુધી તેમણે વૉલ્ટેર કૉલેજમાં અભ્યાસ કર્યો.  અને બી.એ. પૂરૂ કરવા માટેતેઓ મદ્રાસની પ્રેસીડન્સી કૉલેજમાં દાખલ થયા. કૉલેજ સમય દરમિયાન આખા વર્ષમાં કરવામાં આવતા પ્રયોગો શ્રી રામન માત્ર બે માસમાં કરી નાખતા. શ્રી રામને ભૌતિકશાસ્ત્ર વિષય સાથે બી.એ.ની પરીક્ષા પ્રથમ વર્ગમાં પાસ કરી, અને અર્ણી સુવર્ણ ચંદ્રક મેળવ્યો.ત્યાર બાદ તેઓ એમ.એ. ના અભ્યાસમાં જોડાયા. શબ્દવિજ્ઞાનની શોધ વિષે તેમણે લખેલો સૌ પ્રથમ લંડનના એક પ્રખ્યાત મેગેઝિન ફિલૉસૉફિકલ મેગેઝિન માં ઇ.સ. ૧૯૦૬  નવેમ્બર માસના અંકમાં પ્રગટ થયો હતો.ત્યારબાદ એક વિશિષ્ટ રોશનીની શોધનો લેખ લંડનના એક પ્રખ્યાત વિજ્ઞાન માસિક “નેચર”માં પ્રગટ થયો.ઇ.સ. ૧૯૦૭ ના જાન્યુઆરી માસમાં તેમણે એમ.એ. ની પરીક્ષા પાસ કરી. ત્યાર બાદ ૧૭ વર્ષની વયે પરીક્ષા પાસ કરી તેઓ ડેપ્યુટી એકાઉન્ટન્ટ જનરલ તરીકે નિમણૂક પામ્યા.
      એકવારભારતીય વિજ્ઞાન પરિષદ હતું ત્યારે શ્રી રામન ઓફિસમાં પહોંચ્યા અને તે સમયે પરિષદના સભ્યોની સભા ચાલતી હતી. આ સ્ભાના પ્રમુખ આસુતોષ મુખરજીને મળી અને પોતાની શોધોના મૌલિક લેખો સભાના મંત્રી ડૉ.મહેન્દ્ર સ્રકારને બતાવ્યા.. અને તેમણે શ્રી રામનને મંડળના સભ્ય તરીકે લીધા.ત્યાં તેમણે પ્રયોગોની શરૂઆત કરી અને ત્યારબાદ સરકારે તેમને રંગૂન મોકલ્યા.
ઇ.સ. ૧૯૨૧ માં કલકત્તા યુનિવર્સિટિએ શ્રી રામનનીવિજ્ઞાનની સેવાઓ જોઇને ડૉક્ટર ઓફ સાયન્સની માનદ પદવી  એમને એનાયત કરી.ત્યારબાદ શ્રી રામન પરદેશ ગયા ત્યાં લંડનની રૉયલ સોસાયટીમાં સભ્ય તરીકે ચૂંટાયા અને જુદા જુદા વિજ્ઞાન મંડળોમાં તેમણે પ્રવચનો આપ્યા. આ પ્રવાસ દરમિયાન તેમણે આકાશનો રંગ અને સમુદ્રના પાણીનો રંગ વાદળી શા માટે હોય છે તેની શોધ કરી. ૧૮ મી માર્ચ ૧૯૨૫ નારોજ તેઓ ભારત પરત આવ્યા. ભારત આવ્યા બાદ તેમણે સાબુના પરપોટાનું બંધારણ શોધી કાઢ્યું.શ્રી રામને પ્રકાશના કિરણો અને તેના રંગો વિષે મહત્વની શોધો કરી છે. શ્રી રામનની આ સિદ્ધિઓને કેટલાક વિજ્ઞાનીઓએ જુદાં જુદાં નામો આપ્યા છે.પ્રકાશની લહરીઓને રામન સ્પેક્ટ્રા અને રેખાઓને રામન લાઇન્સ અથવા રામન બેન્ડઝ નામો આપ્યા.આ શોધોના કારણે તેમને ૬ ઠ્ઠી ડિસેમ્બરના ૧૯૩૦ ના  રોજ સ્ટોકહોમમાં સમારંભ યોજી સ્વીડનના રાજાના હસ્તે નોબેલ પ્રાઇઝ આપવામાં આવ્યું.આ ઉપરાંત ઇટાલિયન સોસાયટીએ એમને મેચ્યુકી પદક આપ્યું.તેમજ લંડનની રોયલ સોસાયટીએ હ્યુજીસ  પારિતોષિક આપ્યું હતું. ઇ.સ. ૧૯૪૧ માં ન્યૂયોર્ક યુનિવર્સિટિએ ફ્રેંકલીન પદક આપીને શ્રે રામનનું સન્માન કર્યું. શ્રી રામનની વિજ્ઞાનની સેવા જોઇ હિંદી સરકારે તા. ૩જી જૂન ૧૯૩૦ નારોજ સર નો ઇલ્કાબ આપ્યો. શ્રી રામને નેત્રપટને જોવા માટે ઑપ્થેલ્મોસ્કોપ નામનું યંત્રબનાવ્યું.


No comments: