જહોન કિટ્સ
રોમેન્ટિક અંગ્રેજ કવિ
શ્રી જહોન કિટ્સનો જન્મ તા. ૨૯-૧૦-૧૭૯૫ ના રોજ લંડનમાં થયેલો. માત્ર બાવીસ વર્ષની
વયે તેમણે પોતાનો કાવ્ય સંગ્રહ બહાર પાડ્યો હતો. પછી તો પશુ દવાખાનામાં ડ્રેસર
તરીકેની નોકરી છોડી દઇને કેવળ સાહિત્યસેવાને જ
તેણે પોતાનો વ્યવસાય માન્યો. ‘ટુ એ નાઇટિંગેલ, ‘ઓડ્ઝ ટુ ઓટમ’, ‘હાઇપીરિઓન
એન્ડ અધર પોએમ્સ’ જેવી
સુપ્રસિદ્ધ કૃતિઓનું તેણે સર્જન કર્યુ છે. એમનો છેલ્લો કાવ્યસંગ્રહ ‘લામિયા એન્ડ અધર પોએમ્સ’ નામે પ્રગટ થયો. માત્ર ૨૫ વર્ષની ભરયુવાનીમાંજ કવિ કલાપીની
જેમ આ કવિરાજ જગતને છોડી ચાલી નીકળ્યા.
No comments:
Post a Comment