અહિન્દ્ર ચૌધરી
અહિન્દ્રબાબુએ ૧૭ વર્ષની
વયે શાહજહાંની ભૂમિકાથી નાટ્ય પ્રવૃતિનો આરંભ કરેલો અને તેમની અવિરત અભિનય કળાની આ
સેવાથી ખુશ થઇ બંગાળની જનતાએ તેમને ‘નટસૂર્ય’ ના ઉપાધિથી વિભૂષિત કર્યા
હતા. ભારત સરકારે પણ ‘પદ્મશ્રી’ થી તેમનું બહુમાન કરેલું છે. એકસોથી વધુ નાટકો અને લગભગ તેટલા જ ફિલ્મોમાં તેમણે પોતાનો અભિનય
આપેલો છે. રંગમંચ છોડ્યા પછી તેમણે રાજ્યની સંગીત નાટક અકાદમીના અધ્યક્ષ તરીકે
સેવા આપી હતી. તા. ૦૪.૧૧.૧૯૭૪ ના રોજ તેમનું અવસાન થયું હતું.
No comments:
Post a Comment