જેમ્સ ક્લર્ક મેકવેલ
વિજ્ઞાનની આ મહાન
વ્યક્તિનો જન્મ સ્કોટલન્ડમાં થયો હતો. જેમ્સને બાળપણથી જ વિજ્ઞાનમાં રસ હતો.
બાળપણમાં ખરીદેલાં રમકડાં ખોલી-તોડી તેમાંથી તેના કરતાં પણ વધારે સારાં રમકડાનું
નિર્માણ કરતા હતા. એમણે વિજ્ઞાનક્ષેત્રે અવનવાં પ્રયોગો કરવાના શરૂ કર્યા.
મેકવેલની રંગમિશ્રણની પ્રક્રિયાના કારણે જ આપણે આજે ટેલિવિઝનના રંગો જોઇ શકીએ છીએ.
એક વૈજ્ઞાનિક તરીકે અવારનવાર કેમ્બ્રિજ પણ જતા હતા. અને તેમને કાવ્ય રચનાનો પણ શોખ
હતો. મેક્સવેલે પ્રત્યક્ષ પ્રયોગ કરીને બતાવ્યું હતું કે કઇ રીતે વિદ્યુત ચુંબકીય
શક્તિ જન્મે છે. મેક્સવેલના ‘અ ડાયનેમિકલ થિયરી ઓફ થી ઇલેક્ટ્રો-મેગ્નેટિક ફિલ્ડ’ ગ્રંથને કારણે રેડિયો, ટેલિવિઝન,રડાર, વિદ્યુત ચુંબકીય તરંગોના ઉત્પાદન અને
નિયંત્રણ પર નિર્ભર કરનારા અનેક અદભૂત ઉપકરણોની રચના આજે સંભવ બની છે. ૦૫.૧૧.૧૮૭૯ ના રોજ તેમનું અવસાન થયું.
‘દેશબંધુ’ ચિત્તરંજનદાસ
કલકત્તાના પ્રખર
ધારાશાસ્ત્રી ચિત્તરંજનદાસનો જન્મ તા.૦૫.૧૧.૧૮૭૦ ના રોજ કલકતામાં થયો હતો. ૧૮૯૦
માં સ્નાતક થયા બાદ આઇ.સી.એ. ની ડિગ્રી પ્રાપ્ત કરવા માટે તેઓ ઇંગ્લેન્ડ ગયા પરંતુ
વિચાર બદલતાં બેરિસ્ટર થઇ ૧૮૯૨ માં પરત આવ્યા અને કલકત્તામાં વકીલાત શરૂ કરી.
તેઓ બંગાળની ધારાસભામાં નિયુક્ત
થયા હતા. તે સમયે ઢાકામાં રાષ્ટ્રીય વિદ્યાપીઠની સ્થાપના કરવા માટે તેમણે તે સમયે
એક કરોડ કરતાં વધુ રકમનું ફંડ એકત્ર કર્યું હતું. કલકત્તાની મહાનગરપાલિકામાં તેમને
મેયર થવાનું માન મળ્યું. તેઓ ‘દેશબંધુ’ના હુલામણા નામથી
જાણીતા થયા હતા. તેમણે પોતાની તમામ
સંપત્તિ મેડિકલ કોલેજ તથા હોસ્પિટલમાં દાનમાં આપી દીધી હતી.
No comments:
Post a Comment