ઇશ્વરચંદ્ર વિદ્યાસાગર
શ્રી ઇશ્વરચંદ્ર વિદ્યાસાગરનો જન્મ
તા. ૨૬.૦૯.૧૮૨૦ ના રોજ બંગાળમાં થયો હતો. તેઓ પોતાની ગરીબાઇને કારણે શેરીની દીવાબત્તીના
અજવાળે ભણવા મજબૂર બન્યા હતા. આ રીતે વાંચન કરીને તેઓ વેદાંત સ્મૃતિ, દર્શનશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર્ની
પરીક્ષાઓમાં જ્વલંત સફળતા મેળવી આ સર્વસિદ્ધિને કારણે સંસ્કૃત મહાવિદ્યાલયે તેમને ‘વિદ્યાસાગર’નું બિરુદ આપ્યું. તેઓ ફોર્ટ વિલિયમ કોલેજના
પ્રાચાર્ય બન્યા. ૧૬ જેટલા ગ્રંથોનું સ્વતંત્ર રીતે લેખન અને ૧૦ જેટલા ગ્રંથોનું સંપાદન
કરીને સાહિત્ય, શિક્ષણ, સમાજ સુધારણા ક્ષેત્રે
ઘણું ઉમદા પ્રદાન કરેલ છે. ઇ.સ. ૧૮૯૧ ની ૨૮
મી જુલાઇના રોજ તેમનું અવસાન થયું.
No comments:
Post a Comment