દાદા સાહેબ ફાળકે
ભારતીય
ચલચિત્ર ઉધ્યોગના પ્રણેતા દાદાસાહેબ ફાળકેનો જન્મ તા. ૩૦.૦૪.૧૮૭૦ ના રોજ નાસિક જિલ્લાના
એક ગામમાં થયો હતો. બાળપણથી જ તેમને નાટક ચિત્ર વગેરેમાં ઘણો રસ હતો. નાતાલના દિવસે
‘ઇસુના જીવન’ પર એક ફિલ્મ જોઇને તેમને
પણ ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું. તેમની પ્રથમ ફિલ્મ ‘રાજા હરિશ્ચંદ્ર’ હતી. પછીના સમયમાં ૧૦૦ જેટલી
ફિલ્મો બનાવી. જેમાં ‘કૃષ્ણજન્મ’, ‘લંકાદહન’, ‘સાવિત્ર્ર’, જેવા ચલચિત્રોને અદ્દ્ભૂત
સફળતા મળી. ‘ભસ્માસૂર’ અને ‘મોહિની’ માં એક યુવતી પાત્ર ભજવવા
તૈયાર થઇ અને ભારતીય ચલચિત્ર ઉદ્યોગે કરવટ બદલી. તેમણે ‘હિન્દુસ્તાન ફિલ્મ કંપની’ બનાવી અને સફળતા પણ મેળવી.
તેમનું અવસાન ઇ.સ. ૧૯૪૪ માં થયું. તેઓ દાદાસાહેબ ફાળકે તરીકે પ્રસિધ્ધ થયા. જેમની સ્મૃતિમાં
આજે પણ શ્રેષ્ઠ નિર્માતા, સંગીતકાર, ગીતકાર, અભિનેતા, અભિનેત્રી, વગેરેને દર વર્ષે ‘ફાળકે એવોર્ડ’ એનાયત કરવામાં આવે છે.
No comments:
Post a Comment