ગગનવિહારી મહેતા
પ્રખર
અર્થશાસ્ત્રી અને તેજસ્વી પત્રકાર ગગનવિહારી મહેતાનો જન્મ તા. ૧૫.૦૪.૧૯૦૦ ના રોજ
ભાવનગરમાં થયો હતો. મુંબઇમાં શિક્ષણ લઇ સ્નાતક થયા. રાજકારણ તેમનો પ્રિય વિષય હતો.
મુંબઇના વિખ્યાત રાષ્ટ્રીય દનિક ‘બોમ્બે ક્રોનિકલ’ ના સહાયક તંત્રી બન્યા. તેઓ બહુમુખી પ્રતિભા ધરાવતા હતા. એમનું મોહક
વ્યક્તિત્વ, ચારુતા અને
વિનોદવૃતિને લીધે ટેરિફ કમિશન અને પ્લાનીંગ કમિશનમાં સૌથી લાયક વિશિષ્ટજન તરીકે
તેમની પસંદગી થઇ હતી. અમેરિકા ખાતે હિંદના રાજદૂત તરીકે એમની નિમણૂંક થઇ. લેખનકળા
અને વક્તૃત્વકળાના તેઓ ‘બેતાજ બાદશાહ’ હતા. તા.
૨૮.૦૪.૧૯૭૪ ના રોજ તેમનું અવસાન થયું.
No comments:
Post a Comment