ગુગ્લીમો
માર્કોની
મહાન વૈજ્ઞાનિક અને સંશોધક
માર્કોનીનો જન્મ ૨૫.૦૪.૧૮૭૪ ના રોજ ઇટાલીમાં થયો હતો. અભ્યાસ દરમિયાન જ તેજસ્વી
વિદ્યાર્થી તરીકે તેમણે નામ રોશન કર્યુ હતું. બાળપણથી જ તેમને વિદ્યુત સંશોધનોમાં
અનોખો રસ હતો. કોઇ પણ જાતના તાર વગર અવાજ એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવાનું
સંશોધન કર્યું. કેનેડાની સરકારે માર્કોનીને આમંત્રણ આપી સંદેશાવ્યવહારનું સેન્ટર
ઊભું કર્યું. તેમણે “અલ્ટ્રા શોર્ટ એન્ડ માઇલ વેવ્ઝ” પર પોતાનું ધ્યાન કેન્દ્રિત
કર્યું. જેની મદદથી રેડિયોની શોધ થઇ. માર્કોનીન ‘નોબેલ પુરસ્કાર’ મળ્યો. ઇટાલીના રાજાએ તેને માટે વારસાગત
ઉમરાવપદ પણ આપ્યું. સંદેશા-વ્યવહારમાં ક્રાંતિકારી શોધ કરી દુનિયાને ઉપયોગી થનાર
માર્કોનીનું ૬૪ વર્ષની ઉંમરે અવસાન થયું.
No comments:
Post a Comment