ડૉ. મણિભાઇ દેસાઇ
ડૉ.મણિભાઇ દેસાઇનો જન્મ તા. ૨૭.૦૪.૧૯૨૦ ના રોજ સુરત પાસેના કોસમડા ગામે થયો
હતો. કૉલેજનું છેલ્લું વર્ષ હોવા છતાં કૉલેજ છોડીને આઝાદીની લડતમાં જોડાઇ ગયા.
બાપુએ તેમને સેવાશ્રમ આશ્રમમાં બોલાવ્યા. એમણે સમાજસુધારાનું કામ પણ આદર્યું.
ગાંધીજીના ખોળામાં માથું મૂકીને એ બોલ્યા “બાપુજી મારી રાખ ઉરુળી કાંચનમાં પડશે.
એમારી પ્રતિજ્ઞા છે.” પછે તો લોકોની વ્યસનમુક્તિ, કરજમુક્તિ પછી પડતર જમીનનો વિકાસ, શિક્ષણ વગેરે
કાર્યક્રમો હાથ ધર્યા. બાયફ સંસ્થા દ્વારા કૃષિવિદ્યા, ઘાસચારા ઉત્પાદન, રેશમકીડા સંવર્ધન, પશુસંવર્ધન વગેરે અનેક
પ્રકારના કાર્યક્રમો એમણે ચલાવ્યા. મણિભાઇનું ૭૩ વર્શની વયે ઉરુળીમાં અવસાન થયું.
No comments:
Post a Comment