ચાંપશીભાઇ ઉદ્દેશી
ગુજરાતના
વિખ્યાત પત્રકાર ચાંપશીભાઇ ઉદ્દેશીનો જન્મ તા. ૨૪.૦૪.૧૮૯૨ ના રોજ થયો હતો.
મેટ્રિકમાં નાપાસ થવાથી કલકત્તામાં સામાન્ય નોકરી સ્વીકારી લીધી. એમણે ‘નવચેતન’ શરૂ કર્યું. ‘નવચેતન’ માસિકને ટકાવી રાખવા, સમૃદ્ધ કરવા જ સદા સર્વદા મશગુલ
રહેતા. ગુજરાતી રંગભૂમિ પર રજૂ કરી શકાય તેવા પાંચેક નાટકો પણ તેમણે લખ્યા હતા.
એમની બે કથાઓ પરથી ફિલ્મો પણ ઊતરી છે.
વાયલેટ આલ્વા
વિરલ
નારી પ્રતિભા શ્રીમતિ વાયલેટ આલ્વાનો જન્મ તા. ૨૪.૦૪.૧૯૦૪ ના રોજ મુંબઇ માં થયો
હતો. નાનપણથી જ તેજસ્વી બુદ્ધિપ્રતિભા ધરાવતા વાયલે કોલેજ શિક્ષણ પુંરું કર્યાબાદ
સ્વતંત્ર સેનાની જેકીમ આલ્વા સાથે લગ્ન કર્યા. ભારત છોડો આંદોલનમા6 જેલયાત્રા પણ
કરી. તેઓ પ્રથમ મહિલા વકીલ અને ત્યારબાદ મેજિસ્ટ્રેટ બન્યાં. તે પછી મુંબઇ
વિધાનસભામાં અને ૧૯૫૨ માં રાજ્યસભામાં નિયુક્ત પામ્યાં. ૧૯૬૨ માં તેઓ રાજ્યસભાના
ઉપાધ્યક્ષ બન્યા હતાં. તેઓ ‘ભારતીય
વ્યાવસાયિક મહિલા સંઘ’ ના
અધ્યક્ષ હતા. તેમણે મહિલા ઉત્કર્ષ માટે ‘ભારતીયનારી’ નામનું સામયિક ચલું
કર્યું. તેમણે પત્રકારત્વ,
વકીલાત, રાજકારણ અને મહિલા
ઉત્કર્ષ જેવા અનેક ક્ષેત્રોમાં પોતાનું યોગદાન આપ્યું છે.
No comments:
Post a Comment