મેરૂભા ગઢવી
સૌરાષ્ટ્રમાં લોકવાર્તાઓ
દ્વારા લોકસાહિત્યના સંસ્કારોનું સિંચન કરનાર મેરૂભા ગઢવીનો જન્મ સંવત ૧૯૬૨ ના
ફાગણ સુદ ૧૪ ના રોજ થયો હતો. પોતાની મીઠા હલકથી કાગવાણીના ગીતો અને ભજનો રજૂ કરીને
શ્રોતાઓને ડોલાવ્યા છે. તેમના કંઠમાં કંપન હતું, વેધકતા હતી, દર્દ હતું. ચારણ કન્યાઓની કેળવણી અર્થે
પોરબંદરમાં ચારણકન્યા છાત્રાલય ઊભું કર્યું. દ્વારકા મઠના જગતગુરૂ શંકરાચાર્યજીએ
તેમને ‘કવિરત્ન’ નો ઇલકાબ એનાયત કરી તેમની કદર કરી છે.તા.
૦૧/૦૪/૧૯૭૭ ના રોજ તેમનું અવસાન થયું.
No comments:
Post a Comment