સહજાનંદ સ્વામી
સ્વામીનારાયણ સંપ્રદાયના
સ્થાપક સ્વામી સહજાનંદનો જન્મ અયોધ્યા પાસે છપૈયામાં તા-૦૨/૦૪/૧૭૮૧ ના રો
રામનવમીના દિવસે થયો હતો.માત્ર ૧૧ વર્ષની વયે ગૃહત્યાગ કર્યો અને હિમાલયની વાટ
પકડી, યાત્રાર્થે નીકળી ગયા. એ
વખતે તો નીલકંઠ બ્રહ્મચારી તરીકે ઓળખાતા હતા.સમગ્ર ભારતમાં તેઓ ભ્રમણ કરતા કરતા
જૂનાગઢ જીલ્લાના લોએજ ગામમાં આવ્યા.રામાનંદ સ્વામીએ આ બ્રહ્મચારીને ઉદ્ધવ
સંપ્રદાયની દિક્ષા આપી. આખા સંપ્રદાયની ધુરા તેમને સોંપી. ત્યારથી નીલકંઠવર્ણીનું
નામ સહજાનંદ પડ્યું. ’સ્વામીનારયણ’ મહામંત્ર આપ્યો.
સ્વામીજીની પરંપરા શિક્ષાપત્રી અને વચનામૃત જેવા સંપ્રદાયના ગ્રંથો મારફત આજદિન
સુધી ચાલું રહી છે. બસો વર્ષ પહેલાના ગુજરાતને અજ્ઞાન, વહેમ અને અંધકાર રૂપી સુષુપ્તિમાંથી જગાડ્યો.તેમણે
મંદિરો બંધાવી કલાકારીગીરીને પ્રોત્સાહન આપ્યું. પોતાના સાધુ સંતોને તેઓ
શાસ્ત્રોના અભ્યાસ પણ કરાવતા હતા. તેમણે કેફી દ્રવ્યો, શુકન-અપશુકન, દોરા-ધાગા
વગેરેના ભયથી માનવીને મુક્ત કર્યો અને તેને ઇશ્વર ભક્તિ પ્રત્યે પ્રેર્યો. શ્રી
સહજાનંદ સ્વામીએ ઇ.સ. ૧૮૩૦ માં પોતાની જીવનલીલા સંકેલી લીધી.
No comments:
Post a Comment