Sunday 15 September 2013

૧૩ મી સપ્ટેમ્બર

ડૉ. આનંદકુમાર સ્વામી

              ભારતીય કલા અને સંસ્કૃતની સેવા કરનાર ડૉ. આનંદકુમાર સ્વામીનો જન્મ ઇ.. ૧૮૯૦માં શ્રીલંકામાં થયો હતો. ઇંગ્લેન્ડની જ  શાળા-મહાશાળાઓમાં તેમણે શિક્ષણ મેળવ્યું. ભૌતિકશાસ્ત્ર, ભૂગર્ભશાસ્ત્ર અને ખનીજશાસ્ત્રનું ઊંડું અધ્યયન તેમણે કર્યું. પચીસ વર્ષની વયે  શ્રીલંકામાં ખનીજોના સંશોધન માપનના ખાતામાં સંચાલક તરીકે નિમાયા. પરંતુ ભારતીય ધર્મો અને તેના તત્વજ્ઞાનથી આકર્ષાઇને ખ્રિસ્તી ધર્મ ત્યાગીને વૈષણવ બની ગયા.મધ્યકાલીન સિંહલદ્રિપની કલા ઉપર ગ્રંથ પર્સિદ્ધ કર્યો.લંડનની ઇન્ડિયા સોસાયટીએ તેમના ઇન્ડિયન ડ્રોઇંગ નામના બે ગ્રંથો પ્રગટ કર્યા. ભારતીય કલાને રાષ્ટ્રીય બહુમાન અપાવનાર ડૉ. આનંદકુમાર સ્વામીનું ૭૦ વર્ષની વયે બોસ્ટન્માં તા. ૧૩-૦૯-૧૯૪૭ના રોજ અવસાન થયું.   

No comments: