Monday 24 December 2012

નારાયણ બાપુજીના મુખેથી


પરમ પૂજ્ય
       નારાયણ બાપુજીના મુખેથી
          દરરોજ સવારે સૂર્યોદય પહેલા ઊઠવું.ઊઠી પથારીમાં થોડો સમય બેસી ઇશ્વર સ્મરણ કરવું. બાદ મળ વિસર્ગ માટે દૂર જવું.હાથ-પગ ધોઇ દાતણ કરવું.પછી સ્નાન કરી ધોયેલું વસ્ત્ર પહેરવું.નિયત કરેલ દેવ દેવીના સ્થળે પોતના ગુરૂ તથા પોતાના ઇષ્ટ દેવના ફોટા અથવા મૂર્તિને સ્નાન,ચંદન,પુષ્પ,દિપક વગેરે ક્રિયા કરવી.અને ગુરૂએ આપેલ મંત્ર નિત્ય નિયમ મુજબ કરવા.
        ત્યાર બાદ પોતના ધંધામાં પ્રભુને પ્રભુને યાદ કરી ધંધે લાગવું.જેમાં અનિતી,અસભ્ય કે કોઇનું અનિષ્ટ થાય એવો ધંધો કરવો નહીં.પછી નિયમસર જમવું,તેમાં પહેલા અતિથિ કે ગૌગ્રાહ કાઢીને જમવું.સાંજે નિત્ય નિયમ મુજબ સ્નાન કરવું. અને સ્વસ્થ  ચિત્તે સર્વની સાથે ભોજન કરવું.ત્યાર બાદ કુટુંબના સભ્યો સાથે પ્રેમથી પ્રભુ ચર્ચા કરવી અને નિત્ય નિયમનું નામ સ્મરણ કરી અને નિદ્રાધીન થતાં પહેલાં પથારીમાં બેસી આખો દિવસ કરેલા કાર્યોનું આત્મ નિરીક્ષણ કરો.
        જેમાં વિચારવું, આજે મેં શું કામ કર્યું? તેનાથી કોને દુ:ખ થયું કે કોને સુખ થયું? કેટલા વખત ખોટું (અસત્ય) બોલ્યો? કોઇને દુ:ખ ઉત્પન્ન થાય એવી ખરાબ વાણીકેટલા વખત બોલ્યો?કેટલા વખત ક્રોધ કર્યો?એ રીતે આખા દિવસમાં આપણે શું ભૂલ કરી તે આત્મ નિરીક્ષણ કરવું.
       આવતીકાલથી એ ભૂલ નહી કરું એવો સંકલ્પ કરવો. આખા દિવસમાં પ્રભુને કેટલી વખત યાદ કર્યા? કેટલા આત્માને શાંતિ આપી?વાણી કે વર્તનથી દુ:ખ કર્યું? અને માનવ જીવનની અમૂલ્ય પળો મેં શેમાં ગુમાવી એ રીતનો પૂર્વ વિચાર કરવો.અને આવતી કાલથી સવારે જે ભૂલ થઇ  હોય તે ના કરવા સંકલ્પ કરવો. અને પ્રભુ સ્મરણકરતાં નિદ્રાધીન થવું. પ્રાત:કાળ થતાં સૂર્યોદય પહેલા ઊઠી સાંજે કરેલ આત્મનિરીક્ષણ મુજબ ભૂલો સુધારીને નિત્ય નિયમ મુજબ શુભ દિવસની શરૂઆત કરવી.
      નિયમસર પ્રાથના માં જવું અને મંડળના નિયમોનું બરાબર પાલન કરવું એમાં જ તમારૂ કલ્યાણ છે. દ્વ્રેષ, ઇર્ષા અને અભિમાનને છોડી નિયત કરેલ સ્થળે પ્રભુ પ્રાર્થનામાં જરા પણ વિક્ષેપ ના આવે એરીતનું પ્રેમથી શિસ્તનું પાલન કરવું.
       આપણે પ્રાથનામાં શા માટે જઇએ છીએ, એ વિચારને કદી ભૂલશો નહીં.પ્રભુ ભક્તિ, પ્રભુ પ્રાર્થનામાં પ્રભુ પાસે સાચા હ્રદયથી પોકાર કરો......”હે જગત નિર્યતા ઇશ્વર અમને માનવ દેહ આપી અમારા ઉપર મોટો ઉપકાર કર્યો,હવે અમારૂ જીવન નાવ સંસાર સાગરમાંથી સામા કિનારે એટલે તુજ ચરણોમાં સમાવી લેજે.એ માટે અમને સદબુદ્ધિ આપ અમને અહંકાર,કામ,ક્રોધ,મોહ,લોભ,વ્યસન અને દ્વ્રેષથી મુક્ત કર” એ રીતની એક ચિત્તે પ્રભુ પ્રાર્થના કરો. જપ,પ્રાર્થના,કિર્તન,રામાયણ,ભાગવત ગીતા તથા શ્રીમદ ગીતાનું અધ્યયન કરો.આપણું મંડળ એક જ પિતાના બાળકોનું બનેલું છે. અને એક જ ગુરૂના શિષ્યો હોઇ એક જ કુટંબ તરીકે હોઇ સર્વના હિતમાં પૂર્ણ વિકાસ થાય એ રીતે ગુરૂએ આપેલા જ્ઞાનનું પાલન કરી ભક્તિનો વિકાસ કરો.
      જ્યારે પૂર્વ જન્મના પુણ્યના પ્રભાવથી જન્મ મરણના ફેરામાંથી મુક્ત થવાનું હોય છે  ત્યારે પરમ પવિત્ર એવા ગુરૂની આજ્ઞાથી તેમજ ઇશ્વર કૃપાથી આપણને સમૂહ  પ્રાથનાનું  ઇશ્વરે લાભ આપેલ છે.સમૂહ પ્રાર્થનામાં માનવ જીવનનું  હિત છે, કલ્યાણ છે અને લાભ છે.
         હિરક મહોત્સવ-૧૯૯૩ તરખંડા પ્રા.શાળા
શનાભાઇ બી. ચાવડા
આ.શિ.
સ્મરણિકા પુસ્તકમાંથી

No comments: