Sunday 9 December 2012

અદિતિ



1. માતૃ દેવો ભવ : અદિતિ

              કહેવાય છે કે દીકરા તો દુર્લભ હોય છે, પણ ખુદ દેવતાઓ જ પુત્ર બનીને ખોળો ખુંદે ત્યારે ?
           અદિતિ.... દક્ષ પ્રજાપતિના દીકરી. મહર્ષિ કશ્યપના પત્ની અને દેવોના માતા. દેવતાઓ અદિતિના દીકરા હતા અને એ જ અદિતિનો સંસાર પણ હતા. જોકે અદિતિની આગવી ઓળખ અને વ્યકિતત્વ પણ હતુ. અદિતિએ ઋગ્વેદના મંત્રોની રચના કરી છે. પણ પુત્રો પ્રત્યે એમને એટલો પ્રેમ હતો કે ઋષિકાને બદલે માતા તરીકે ઓળખવાનુ જ વધુ પસંદ હતુ. એ પુત્રોનો પડછાયો બની રહેવા ઉત્સુક હતા અનેપુત્રોના સુખ માટે કઇ પણ કરી છુટવાની એમની તૈયારી હતી.                                        એક વાર ન બનવાનુ  બન્યુ. દાનવોયે દેવલોક જીતી લીધુ. ઇન્દ્ર સહિતના દેવતાઓ જીવ બચાવવા નાસી છૂટયા. વનવગડામા છૂપાઇ ગયા. દીકરાઅઓને નિ:સહાય જોઇને અદિતિનુ હ્યદય દ્રવી ઉઠ્યુ. એમની અવદશા દૂર કરવા અદિતિએ સુર્યાદેવની કઠોર આરધના શરુ કરી દીધી. આખરે સુર્ય ભગવાન પ્રસન્ન થયા : દેવમાતા, માંગ .... માંગે તે આપુ....! હે સૂર્યદેવ ! મારા પુત્રોનો ઉધ્ધાર કરો....અદિતિ બે હાથ જોડીને બોલ્યા ‘તથાસ્તુ....સૂર્ય ભગવાને આર્શીવાદ આપ્યા  :દેવી, તમારી ઇચ્છા પૂરી થશે. હુ મારા સહસ્ત્ર અંશો સહિત તમારા ગર્ભથી અવતરીશ. તમારા પુત્રોન શત્રુઓનો નાશ કરીશ.અએ જ સમયે સૂર્યનારાયણની સુષુમ્ના નામની કિરણે અદિતિના ગર્ભમાંપ્રવેશ કર્યો. સૂર્યદેવ અંતર્ધાન થયા.   
           થોડા સમય બાદ અદિતિ ગર્ભવતી બન્યા. સમાન્યાપણે સ્ત્રી ગર્ભ ધારણ કરે ત્યારે શરીરની કાળજી રાખે છે. પરંતુ, ગર્ભધાન  કર્યા પછી અદિતિએ આકરા વ્રતો શરુ કર્યા. ઉપવાસ કરવા લાગ્યા. ગર્ભમા વિકસી  રહેલા જીવની એમને ચિંતા નહતી. પણ કશ્યપ ઋષિને બાળકની ફિકર હતી. એટલે જ અદિતિનુ તાપસીપણુ જોઇને મહર્ષિનો  ક્રોધ ભભૂકી ઉઠ્યો : દેવી, તમે ગર્ભહત્યા કરી રહ્યા છો....
               ‘સ્વામી, ગર્ભ સુરક્ષિત છે.જુઓ....આમ કહીને અદિતિઅએ પેટમાંથી ગર્ભ બહાર કાઢ્યો. મહર્ષિ આશ્ચર્યચકિત થઇ ગયા. ગર્ભ ખરેખર સલામત હતો ! એ કંઇ બોલે ત્યાં તો અંડાકાર ગર્ભ ફાટ્યો અને સૂર્યકિરણોની જેમ જગારા  મારતો અત્યંત તેજસ્વી શિશુ પ્રગટ થયો. એનુ નામ  માર્તડેય રાખવમાં આવ્યુ. સૂર્યદેવના આશીર્વાદ ફળ્યા. માર્તડેયે દાનવોને પરાસ્ત કર્યા. દેવોને અએમનુ રાજ્ય  પાછુ અપાવ્યુ. જોકે આ વિજયના ખરા હકદાર અદિતિ હતા. દેવોએ માતાના ચરણોમા શીશ ઝુકાવી દીધુ. અને જયઘોષ કર્યો : દેવમાતાનો જય  હો !   પરંતુ જયઘોષના પડઘા શમ્યા, ન શમ્યા ત્યા તો હાકોટા પડકારા સંભળાયા. અએ દેકારો દૈત્યસેનાનો હતો. પરાક્રમી દૈત્યરાજ બલિએ  દેવલોક પર આક્રમણ કર્યુ. મહસંગ્રામ ખેલાયો,આખરે ફરી એક વાર દેવોનો પરાજય થયો. દેવો જીવ બચાવવા નાસી છૂટ્યા. વનવગડામા ભટકવા લાગ્યા. દેવી અદિતિ દુ:ખી થઇ  ગયા. પતિ પાસે દોડી ગયા. બોલ્યા : નાથ, મારા પુત્રોની મદદ કરો.’                                                                                                                     
           ‘દેવી, બલિરાજ ઉદાર, દાનવીર અને ધર્મનિષ્ઠ છે. એથી એથી અપરાજિત છે....મહર્ષિ કશ્યપ હડપચી પર એક વાર આંગળી ટેકવીને બોલ્યા : તમે તપસ્યાથી ભગવાન નારાયણને પ્રસન્ન કરો. એ તમારી ઇચ્છા પૂરી કરશે.
               દેવમાતાએ ફરી કઠોર તપસ્યા આર્ંભી. આખરે ભગવાન નારાયણ પ્રસન્ન થયા. બોલ્યા : હુ તમારી કૂખે અવતરીશ અને દાનવોનો પરાભવ કરીશ.
               થોડા દિવસો બાદ અદિતિ ફરી ગર્ભવતી બન્યા. ભાદ્રપદ મહિનાના શુક્લપક્ષની બારસે અદિતિએ પુત્રને જન્મ આપ્યો. અએ વામન પુત્રના ઉપનયન સંસ્કારો થયા. યોગ્ય સમયે વામન બલિરાજ પાસે ગયા. અએ વખતે બલિરાજ અશ્વ્મેઘ યગ્ય કરી રહ્યા હતા. વામનને જોઇને બોલ્યા : હું તમારી શુ સેવા કરી શકુ ?’ વામને કહ્યુ : મારે ત્રણ પગલા જમીન જોઇએ છે !’            
               ‘લઇ લો......’.દાનવરાજે દાન દઇ  દીધુ. હવે વામને વિરાટ સ્વરુપ ધારણ કર્યુ. પહેલું પગલું, પછી બીજુ પગલું..... બે પગલામાં તો વામને પ્રુથ્વી અને સ્વર્ગને માપી લીધા.   હવે ત્રીજુ પગલુ ક્યાં મૂકું ?’ વામને પૂછયું એટલે દૈત્યરાજ માંથુ નમાવીને  બોલ્યા : ત્રીજુ પગલુ માર મસ્તક પર ધરો.’ વામને દાનવરાજના માથા પર ત્રીજુ પગલું મૂક્યું. બલિ પાતાળ માં પહોચીં ગયા. દેવોની દુર્દશા દૂર થઇ . જોકે આ વખતે પળ દેવમાતાના કારણે જ દેવલોક પાછું મળ્યું હતું એટલે દેવોએ ફરી એક વાર અદિતિનો જયજયકાર  કર્યો.   
               દેવમાતા અદિતિની આ કથા જાણ્યા પછી એમ કહી શકાય કે, માતાનુ  જીવન અએના સંતાનો માતે જ હોય છે અને સંતાનોના સુખ ખાતર એ કઇ  કેટલાયે કષ્ટો વેઠતી હોય છે. કદાચ એટલે જ માતાપિતા બન્નેને દેવસમાન ગણતા હોવા છતા આપણે પિત્રુદેવો ભવ: કહેતા પહેલા  માતૃદેવો ભવ : કહીએ છીએ  !      

No comments: