Friday, 23 January 2015

નેતાજી સુભાષચંદ્ર બોઝ

             નેતાજીનો જન્મ ૨૩ જાન્યુઆરી ૧૮૯૭ ના રોજ ઓરીસ્સાના કટક શહેરમાં થયો હતો. તેમની માતાનુ નામ પ્રભાવતિ અને પિતાનુ નામ જાનકીનાથ હતુ. તેમના પિતા જાણીતા ધારાશાસ્ત્રી હતા અને તેમણે કટકની મહાનગર પાલિકામાં લાંબા સમય સુધી સેવા આપી હતી ઉપરાંત તેઓ બંગાળ વિધાનસભાના સદસ્ય પણ રહ્યા હતા. અંગ્રેજ સરકારે તેમને રાયબહાદુરનો ખિતાબ આપ્યો હતો.            
            બાળપણમાં સુભાષ કટકની રેવિન્શો કોલેજીયેટ હાઈસ્કુલમાં ભણતા હતા. તેમના શિક્ષક વેણીમાધવદાસે સુભાષમાં નાનપણથી જ દેશપ્રેમની ભાવના પ્રજ્વલીત કરી હતી. માત્ર પંદર વર્ષની કિશોર વયે તેઓ 'ગુરુ'ની શોધમાં હિમાલય ગયેલા પરંતુ તેમનો પ્રવાસ અસફળ રહ્યો હતો. જોકે સ્વામી વિવેકાનંદથી પ્રભાવીત થઈને સુભાષજી  તેમના શિષ્ય બન્યા હતા.
        સ્વતંત્રતા સેનાની દેશબંધુ ચિત્તરંજનદાસથી પ્રભાવિત થઈને પત્ર દ્વારા તેમની સાથે કામ કરવાની ઈચ્છા સુભાષબાબુએ વ્યક્ત કરી હતી. તે દિવસોમાં ગાંધીજીએ અંગ્રેજ સરકાર સામે અસહયોગનુ આંદોલન છેડ્યું હતુ જેમાં દિનબંધુએ કલકત્તાનુ નેતૃત્વ કર્યું હતુ અને સુભાષે આંદોલનમાં સક્રીય ભુમિકા ભજવી હતી.
૧૯૨૨માં દેશબંધુએ કોંગ્રેસની નીશ્રામાં સ્વરાજ્ય પાર્ટીની સ્થાપના કરી. વિધાનસભામાં અંગ્રેજ સરકારનો વિરોધ કરવા કલકત્તા મહાનગર પાલિકાની ચુંટણીમાં સ્વરાજ્ય પાર્ટી ઝંપલાવ્યુ અને પાર્ટી ચુંટણી જીતી ગઈ ત્યારપછી દાસબાબુ કલકત્તાના મેયર બની ગયા. તેમણે સુભાષબાબુને મહાનગર પાલિકાના પ્રમુખ કાર્યકારી અધિકારી બનાવ્યા હતા. સુભાષબાબુએ પોતાના કાર્યકાળ દરમિયાન કલકત્તાની મહાનગર પાલિકાના ઢાંચામાં પાયાના ફેરફારો કર્યા અને શહેરના રાજમાર્ગોના વિલાયતી નામો બદલીને ભારતીય નામો આપવામાં આવ્યા. સ્વતંત્રતા સંગ્રામમાં પ્રાણોની આહુતિ આપનારા શહિદોના પરિવારજનોને મહાનગર પાલિકામાં રહેમરાહે નોકરી આપવાનુ ભગીરથ કાર્ય પણ તેમના હાથે શરૂ થયું હતુ.
        ૧૩૯૩માં જ્યારે કોંગ્રેસનો નવો પ્રમુખની પસંદગી કરવાનો સમય આવ્યો ત્યારે સુભાષબાબુની ઈચ્છા હતી કે, નવો પ્રમુખ એવો હોવો જોઈએ જે કોઈ પણ દબાણને વશ ન થાય પરંતુ કોઈ વ્યકિત આગળ નહીં આવતાં અંતે તેમણે જ કોંગ્રેસની સુકાન સંભાળવાનો પ્રસ્તાવ મુક્યો, ત્યાર બાદ કવિ રવિન્દ્રનાથ ઠાકુરે ગાંધીજીને પત્ર લખીને સુભાષબાબુને અધ્યક્ષ બનાવવાની વિનંતી કરી. 29મી એપ્રિલ ૧૯૩૯ના રોજ કોંગ્રેસના અધ્યક્ષપદેથી રાજીનામુ આપી દીધુ અને આઝાદ હિન્દફોજના સેનાનાયક બનીને માતૃભુમિની રક્ષા કાજે અંગ્રેજો સામે યુદ્ધના મંડાણ કર્યા.
          દ્વીતીય વિશ્વયુદ્ધમાં જાપાનના પરાજય બાદ ૧૮મી ઓગષ્ટ ૧૯૪૫ના રોજ નેતાજી વિમાન મારફતે મંચુરીયા તરફ જતા હતા તે સમયે તેમનુ વિમાન રહસ્યમય રીતે લાપતા થઈ ગયું. ત્યારપછી તેઓ ક્યારે કોઈને જોવા મળ્યા નથી. ૨૩મી ઓગષ્ટ ૧૯૪૫ના દિવસે જાપાનની  દોમઈ' સંસ્થાએ વિશ્વમાં સમાચાર આપ્યા કે, ૧૮મી ઓગષ્ટના રોજ નેતાજીનુ વિમાન તાઈવાન નજીક દુર્ઘટનાગ્રસ્ત થયુ હતુ. એવુ માનવામાં આવી રહ્યુ છે કે, આ દુર્ઘટનામાં સુભાષબાબુએ પ્રાણ ગુમાવ્યા હતા.

            સ્વતંત્રતા મળ્યા પછી ભારતે આ ઘટનાની તપાસ કરાવવા માટે ૧૯૫૬ તથા ૧૯૭૭માં બે વખત આયોગની નીયુક્તી કરી દુર્ઘટના બાબતની તપાસ કરવામાં આવી. ૧૯૯૯માં મનોજકુમાર મુખર્જીના નેતૃત્વમાં ત્રીજા આયોગની રચના કરવામાં આવી હતી. તપાસ દરિમયાન ૨૦૦૫માં તાઈવાન સરકારે મુખર્જી આયોગને જણાવ્યુ હતુ કે, ૧૯૪૫માં તાઈવાનની ભુમી પર કોઈ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયુ જ ન હતુ. ૨૦૦૫માં મુખર્જી આયોગે ભારત સરકારને પોતાનો રિપોર્ટ સુપરત કર્યોજેમાં તેમણે દર્શાવ્યુ હતુ કે, નેતાજીની મૃત્યુ વિમાન દુર્ઘટનામાં થયુ હોવાના કોઈ પુરાવા નથી. ભારત સરકારે મુખર્જી આયોગની આ રિપોર્ટનો અસ્વીકાર કરી દીધો. પણ ૧૮મી ઓગષ્ટ, ૧૯૪૫ના દિવસે નેતાજી ક્યાં ગુમ થઈ ગયા અને ત્યાપછી શુ બન્યુ, ભારતના ઈતિહાસમાં અનુત્તર રહેલો સૌથી અઘરો પ્રશ્ન બની ગયો છે.

૬ ઠ્ઠી એપ્રિલ

પન્નાલલ પટેલ
               
          પન્નાલાલ નાનાલાલ પટેલનો જન્મ ૭-૫-૧૯૧૨ના રોજ થયો હતો. તેમનું જન્મસ્થળ અને વતન રાજસ્થાનમાંના ડુંગરપુર જિલ્લાનું માંડલી ગામ હતું.. ઈડરમાં અંગ્રેજી ચાર ધોરણ સુધીનો અભ્યાસ કર્યો. ત્યારબાદ કૌટુંબિક પરિસ્થિતિને લીધે અભ્યાસ છોડી એકાદ વર્ષ ડુંગરપુર અને સાગવાડામાં દારૂના ભઠ્ઠા પર નોકરી કરી. પછી અમદાવાદ આવી થોડો વખત એક સદગૃહસ્થને ઘરે નોકરી કરી. એમની મદદથી અમદાવાદ ઈલેક્ટ્રિક કંપનીમાં ઑઈલમેન અને પછી મીટર-રીડર તરીકે કામગીરી મળી. ૧૯૩૬માં અમદાવાદમાં મળેલ ગુજરાતી સાહિત્ય પરિષદના અધિવેશનમાં ઈડર શાળાના સહાધ્યાયી ઉમાશંકર જોશી સાથે સંપર્ક થયો  અને તેમના પ્રોત્સાહનથી સાહિત્યસર્જનનો પ્રારંભ કરવાની પેરણા મળી. ચારપાંચ વર્ષ મુંબઈની એન.આર.આચાર્યની ફિલ્મ કંપનીમાં પટકથા લેખક તરીકે પણ કમ કર્યું. પછી વતન માંડલીમાં જઈ ખેતીનો વ્યવસાય ચાલું કર્યો અને સાથે સાથે લેખનપ્રવૃતિ પણ શરૂ કરી. ૧૯૪૭માં તેમને ક્ષયની બીમારી લાગુ પડી. ૧૯૫૮થી તેમણે અમદાવાદમાં સ્થાયી વસવાટ કર્યોઅને લેખનના મુખ્ય વ્યવસાય સાથે જોડાયા. તેમને સાહિત્ય સર્જન માટે ૧૯૫૦માં રણજિતરામ સુવર્ણચંદ્રક પણ મળેલ છે. ૧૯૭૯માં વડોદરામાં મળેલી ગુજરાતી સાહિત્ય પરિષદના સર્જન વિભાગના પ્રમુખ તરીકે પણ તેમને વરણી કરવામાંઆવી હતી. અને ૧૯૮૫ના વર્ષના ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડથી સન્માનિત પણ  કરવામાં આવ્યા હતા..    

        કવિતા સિવાયનાં સઘળાં સાહિત્યસ્વરૂપોમાં વિપુલ સર્જન કરનાર પન્નાલાલ પટેલને નવલકથા અને ટૂંકી વાર્તામાં પર્યાપ્ત ખ્યાતિ મળી છે. એમની જાનપદી પ્રાદેશિક નવલકથાઓ દ્વારા ગુજરાતી નવલકથામાં ગ્રામીણ પ્રજાના સુખદુ:ખના આલેખનનો સશક્ત પ્રારંભ થયો છે. પ્રણય કે લગ્નજીવનમાં ઊભી થતી પરિસ્થિતિ એમની નવલકથાઓમાં કેન્દ્રસ્થાને રહે છે. દુષ્કાળનું આલેખન કરતી માનવીની ભવાઈતેમની કીર્તિદા કૃતિ છે. તેમની ગ્રામજીવન અને નગરજીવનનું આલેખન કરતી વાર્તાઓમાં માનવમનની આંટીઘૂંટીને આલેખતી કેટલીક ઉત્તમ વાર્તાઓ તેમની પાસેથી મળી છે. આ ઉપરાંત બાળસાહિત્ય, નાટક, આત્મકથા વગેરે સ્વરૂપોમાં તેમનું મહત્ત્વનું પ્રદાન છે. ૬-૪-૧૯૮૯ અમદાવાદમાં બ્રેઈન હેમરેજથી તેમનું અવસાન થયું.

૫ મી એપ્રિલ

દીનબંધુ એન્ડ્રુઝ

             
       ફ્રીઅર એન્ડ્રુઝનો જન્મ ઇ.સ. ૧૮૭૧માં ઇંગલેન્ડમાં થયો હતો. પ્રેમ, પરિશ્રમ, ભક્તિ અને પરાક્રમના સંસ્કાર તેમને બાળપણથી જ મળ્યા હતા. કૉલેજકાળ દરમિયાન વિશાળ વાંચન, ગ્રીક લેટિનમાં પદ્યરચના તથા વિદ્વતાથી તેમણે  કૉલેજમાં સૌના પ્રેમ જીતી લીધા હતા. અને અનેક પારિતોષિકો પણ મેળવ્યા હતા. શ્રી એન્ડ્રુઝની નજર સમક્ષ સદા ભારતના દરિદ્રનારાયણો જ રહ્યા. તેમણે ધ મધરલેન્ડ નામનો કાવ્યસંગ્રહ પણ ભેટ આપ્યો છે. આત્મકથા, ચરિત્રો, પત્રો, લેખો વગેરેના પાંત્રીસ જેટલા પુસ્તકો એમની વિદ્વતાના શાખ પૂરે છે. દીનબંધુ નું અવસાન તા. ૦૫/૦૪/૧૯૪૦ ના રોજ કલકત્તામાં થયું હતું

Tuesday, 6 January 2015

એપ્રિલ

દિન મહિમા                      એપ્રિલ
1
2
3
4
5
6
7
8
9
31






૪ થી એપ્રિલ

કવિ અજ્ઞેયજી

                  હિંદી સાહિત્યના પ્રતિષ્ઠિત સાહિત્યકાર સચ્ચિદાનંદ વાત્સાયનનો જન્મ ૧૯૧૧ માં થયો હતો. બાળપણથી જ સંસ્કૃત, ફારસી અને અંગ્રેજી શિક્ષણણો એમણે અભ્યાસ કર્યો.મોમ્બ બનાવવા સબબ એમની ધરપકડ થઇ. તેમણે સૈનિક’, આરતી’, પ્રતીક’, નવભારત ટાઇમ્સ જેવા સામયિકોનું સંપાદન કર્યું. શેખર: એક સંજીવની અને નદી કે દ્વ્રીપ એમની પ્રખ્યાત નવલકથાઓ છે. કિતની નાવોં મેં કિતની બાર ને ભારતીય જ્ઞાનપીઠનો પુરસ્કાર મળેલો છે.તારાસપ્તક થી એમણે હિંદી કવિતાને નવું સ્વરૂપ આપ્યું. દિનમાન જેવા સાપ્તાહિકનો પ્રારંભ કર્યો. એમનું દેહાવસાન તા.-૦૪/૦૪/૧૯૮૭ ના રોજ થયું. 

૩ જી એપ્રિલ

શંભુપ્રસાદ દેસાઇ

                        લબ્ધપ્રતિષ્ઠત સાહિત્યકાર અને ઇતિહાસવિદ શ્રી શંભુપ્રસાદ દેસાઇનો જન્મ ઇ.સ.૧૯૦૮ માં ચોરવાડ મુકામે થયો હતો. બી.એ.ની પરીક્ષા પાસ કરી અમદાવાદની મોડેલ સ્કૂલમાં માનદ શિક્ષક તરીકે જોડાયા. ત્યારપછી તેઓ લોકશક્તિના ઉપમંત્રી થયા. તેમણે બીજી એલ.એલ.બીની પરીક્ષા પાસ  કરી. તેઓએ રાજકોટના કલેક્ટર તરીકે તેમજ ગુજરાત સ્ટેટ વેરહાઉસીંગ કોર્પોરેશનના મેનેજીંગ ડિરેક્ટર તરીકે અમદાવાદમાં સેવાઓ આપી. તેમણે કુલ ૪૩ ગ્રંથો લખ્યા છે. જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રનો ઇતિહાસ, પ્રભાસ અને સોમનાથ, જૂનાગઠ અને ગિરનાર, તારીખ-એ-સોરઠ વગેરે મહત્વપૂર્ણ દસ્તાવેજી ગ્રંથોનો સમાવેશ થાય છે.  

૨ જી એપ્રિલ

સહજાનંદ સ્વામી

              સ્વામીનારાયણ સંપ્રદાયના સ્થાપક સ્વામી સહજાનંદનો જન્મ અયોધ્યા પાસે છપૈયામાં તા-૦૨/૦૪/૧૭૮૧ ના રો રામનવમીના દિવસે થયો હતો.માત્ર ૧૧ વર્ષની વયે ગૃહત્યાગ કર્યો અને હિમાલયની વાટ પકડી, યાત્રાર્થે નીકળી ગયા. એ વખતે તો નીલકંઠ બ્રહ્મચારી તરીકે ઓળખાતા હતા.સમગ્ર ભારતમાં તેઓ ભ્રમણ કરતા કરતા જૂનાગઢ જીલ્લાના લોએજ ગામમાં આવ્યા.રામાનંદ સ્વામીએ આ બ્રહ્મચારીને ઉદ્ધવ સંપ્રદાયની દિક્ષા આપી. આખા સંપ્રદાયની ધુરા તેમને સોંપી. ત્યારથી નીલકંઠવર્ણીનું નામ સહજાનંદ પડ્યું. સ્વામીનારયણ મહામંત્ર આપ્યો. 
            સ્વામીજીની પરંપરા શિક્ષાપત્રી અને વચનામૃત જેવા સંપ્રદાયના ગ્રંથો મારફત આજદિન સુધી ચાલું રહી છે. બસો વર્ષ પહેલાના ગુજરાતને અજ્ઞાન, વહેમ અને અંધકાર રૂપી સુષુપ્તિમાંથી જગાડ્યો.તેમણે મંદિરો બંધાવી કલાકારીગીરીને પ્રોત્સાહન આપ્યું. પોતાના સાધુ સંતોને તેઓ શાસ્ત્રોના અભ્યાસ પણ કરાવતા હતા. તેમણે કેફી દ્રવ્યો, શુકન-અપશુકન, દોરા-ધાગા વગેરેના ભયથી માનવીને મુક્ત કર્યો અને તેને ઇશ્વર ભક્તિ પ્રત્યે પ્રેર્યો. શ્રી સહજાનંદ સ્વામીએ ઇ.સ. ૧૮૩૦ માં પોતાની જીવનલીલા સંકેલી લીધી. 

૧ લી એપ્રિલ

મેરૂભા ગઢવી

               સૌરાષ્ટ્રમાં લોકવાર્તાઓ દ્વારા લોકસાહિત્યના સંસ્કારોનું સિંચન કરનાર મેરૂભા ગઢવીનો જન્મ સંવત ૧૯૬૨ ના ફાગણ સુદ ૧૪ ના રોજ થયો હતો. પોતાની મીઠા હલકથી કાગવાણીના ગીતો અને ભજનો રજૂ કરીને શ્રોતાઓને ડોલાવ્યા છે. તેમના કંઠમાં કંપન હતું, વેધકતા હતી, દર્દ હતું. ચારણ કન્યાઓની કેળવણી અર્થે પોરબંદરમાં ચારણકન્યા છાત્રાલય ઊભું કર્યું. દ્વારકા મઠના જગતગુરૂ શંકરાચાર્યજીએ તેમને કવિરત્ન નો ઇલકાબ એનાયત કરી તેમની કદર કરી છે.તા. ૦૧/૦૪/૧૯૭૭ ના રોજ તેમનું અવસાન થયું.