Friday 16 August 2013

હાલોલ નગરમાં આવેલ વાવ

           


       વર્લ્ડ હેરિટેઝ દ્વારા જાહેર કરાયા હોય તેવા સ્થળો પૈકી  હાલોલ નગરમાં બે વાવ નો ઉલ્લેખ કરેલો છે ૧. સિંધમાતાની વાવ અને ૨.ચંદ્રલેખા (સૂરજકલા) ની વાવ   જેમાં સિંધમાતાની વાવ હાલોલથી પાવાગઢ જતાં હાઇ-વે રોડની ડાબી બાજુએ આવે છે.  ચંદ્રલેખા (સૂરજકલા) ની વાવ  છે. મત પ્રમાણે તેને નવ દાવડા વાવ પણ કહેવામાં આવે છે. જે હાલોલ નગરમાં કંજરી રોડ વિસ્તારમાં આવેલી છે. આ વાવ હાલ તો ભંગાણના આરે આવીને ઉભેલી છે.

           બાંધકામની રીતે જોઇએ તો આ વાવનું બાંધકામ ઇંટોથી કરેલું છેબાંધકામનો વિસ્તાર ૧૫૦૦ ચોરસ ફૂટ જેટલો છે.  જેની રચના પ્રમાણે નવ જેટલા ભાગ પડતા હોવાથી કદાચ તેને નવ દાવડા વાવ પણ કહેતા હશે. બરાબર વચ્ચે ગોળ આકારનો કૂવા જેવી રચના છે. અને આજુ-બાજુ ચોરસ આકાર ધરાવતા કૂવા આવેલા છે. આ દરેક ચોરસ કૂવાની વચ્ચેની દીવાલોમાં ઝરૂખા આકારે બારીઓ આવેલી આવેલી છે. આ વાવને જોતાં જ તેની રચના કલા-કારીગરીથી આંખો અંઝાઇ જાય છે. પુરાતત્વ શાખા દ્વારા જો કોઇ પગલાં લેવામાં નહિ આવે તો આપણા ગુજરાતની અસ્મિતા સમી  બેનમૂન કલા-કારીગરી અને તેની સાથે ઇતિહાસ પણ દબાઇ જશે. 





No comments: