રમણભાઇ નીલકંઠ
ગુજરાતના પ્રથમ સમર્થ હાસ્યકાર નીલકંઠનો જન્મ ઇ.સ. ૧૮૬૮ માં અમદાવાદમાં થયો
હતો. તેજસ્વી વિદ્યાર્થીકાળ પછી વકીલાતની ઝળહળતી કારકિર્દી ઘડી તેમણે સામાજીક
કાર્યોમાં રસ લેવા માંડ્યો. તેમની ઊંડી અવલોકન શક્તિએ માનવ સ્વભાવના અનેક પાસાં જોયાં.
તેથી તેમનામાં રહેલી સુષુપ્ત એવી વિનોદવૃતિ જાગી ઊઠી અને ‘ભદ્રંભદ’નું સર્જન થયું. ઉપરાંત ‘ રાયનો પર્વત ’, ’ ધર્મ અને સમાજ ’, તેમજ ‘ હાસ્યમંદિર ’ એ તેમની મૂલ્યવાન
કૃતિઓ છે. ‘ કવિતાઅને સાહિત્ય ’ ના ચાર ભાગના વિપુલ લેખન સાહિત્યમાં તેમની
વિવેચન દ્રષ્ટિ દેખાય છે. સતત ત્રીસ વર્ષ સુધી ‘ જ્ઞાન સુધા ’ ના તંત્રી તરીકે પણ
તેમણે કામ કર્યું. સુખી કૌટુંબિક જીવનના સદભાગી તેઓ જીવનમાં નિરાભિમાની, સિદ્ધાંતપ્રિય અને નીડર હતા. જૂની મૂર્તિઓને પૂજ્યા કરવું કે નવા આચાર્યોને
નમી પડવું-બંનેથી રમણભાઇ દૂર હતા. તા.૦૬/૦૩/૧૯૨૮ ના રોજ તેમનું અવસાન થયું. ૬૦
વર્ષની આયુમાં તેમણે અનેકવિધ પ્રવૃતિઓ કરી ‘સકલ પુરુષ’ તરીકે નામના મેળવી હતી. એક સમર્થ હાસ્યકારે કહ્યું
છે: “ ભંદ્રભદ્રના રચનારને પદભ્રષ્ટ કરી
શકે તેવો મહાનુભાવ ગુજરાતી હાસ્યસૃષ્ટિમાં હજી જનમ્યો નથી.” પોતાના ‘ ભદ્રભદ્ર’ પાત્ર દ્વારા ચિરંજીવ બનેલા રમણભાઇ આજે વરસો પછી પણ
ગુજરાતી સાહિત્યમાં માનભર્યું સ્થાન ધરાવે છે.
No comments:
Post a Comment