Friday, 20 March 2015

ભારતના વૈજ્ઞાનિક

અભય વસંત અષ્ટેકર
                  
                   અભય વસંત અષ્ટેકર એક ભારતીય ભૌતિક શાસ્ત્રી છે. તેમનો જન્મ ૫ મી જુલાઇ ૧૯૪૯ ના રોજ મહારાષ્ટ્રના કોલ્હાપુર ખાતે થયો હતો.  અભય વસંત અષ્ટેકર ભારતના મહારાષ્ટ્ર રાજ્યના મુંબઇ સહિતના અનેક શહેરોમાં ઉછર્યા છે. તેમણે 1986 માં ક્રિસ્ટીન ક્લાર્ક લગ્ન કર્યા અને તેમના પુત્રનું નામ  એક પુત્ર, નીલ અષ્ટેકર છે.
                ભારતમાં તેમણે પૂર્વ સ્નાતક સુધીનો અભ્યાસ પૂર્ણ કરા બાદ તેઓ ઑસ્ટિનની યુનિવર્સિટી ઓફ ટેક્ષાસ માં ગ્રેજ્યુએટ પ્રોગ્રામફોર ગ્રેવિટેશન ના અભ્યાસસક્રમમાં જોડાયા. તેમણે ૧૯૭૪ માં બર્ટ ગેરોચના માર્ગદર્શન હેઠળ યુનિવર્સિટી ઓફ શિકાગો ખાતેથી પી.એચ.ડી. ની ઉપાધિ પણ પ્રાપ્તકરી છે અને પેન સ્ટેટમાં સ્થાયી થતાં પહેલાં તેમણે ઓક્સફર્ડ, પોરિસ, સિકેક્યુસ ખાતે નિમણૂક મેળવી પોતાની સેવા આપી છે.
                 ૧૯૮૩ થી ૧૯૮૫ સુધી તેમણે યુનિવર્સિટી ધ પેરિસમાં ગુરૂત્વાકર્ષણ વિષયના પ્રોફેસર, ૧૯૮૪ થી ૧૯૯૨ દરમિયાન સિકેક્યુસ યુનિવર્સિટી ખાતે ફિઝિક્સ વિષયના પ્રોફેસર, ૧૯૯૨ થી ૧૯૯૩ સુધી ફિઝિક્સ એરાસ્તસ ફ્રેન્કલિન હોલ્ડન પ્રોફેસર તરીકે નિમણૂક મેળવી કામ કરેલ છે. તેમણે અનેક ક્ષેત્રમાં સર્જક તરીકે કામ કર્યું છે.  તેઓ પેન્સિલવેનિયા સ્ટેટ યુનિવર્સિટી ખાતે ઇન્સ્ટિટ્યૂટ ફોર ગ્રેવિટેશનલ ફિઝિક્સ અને જીઓમેટ્રી વિભાગના પ્રોફેસર અને ડિરેક્ટર છે. ૧૯૯૩ થી તેઓ ગુરુત્વાકર્ષણ અને કોસ્મોસ માટે એબરલી ફિઝિક્સના પ્રોફેસર અને નિયામક તરીકે સેવાઓ આપી છે. સને ૨૦૦૦ થી૨૦૦૨ દરમિયાન તેઓ  ભારતીય ફિઝિક્સ એસોસિયેશનના અને ૨૦૦૭ થી ૨૦૧૦ દરમિયાન પ્રમુખ પદે ચૂંટાયેલા પણ ચૂટાયેલા છે. આ ઉપરાંત ૧૯૮૮ થી ૧૯૯૧ દરમિયાનમાં સંપાદકીય બોર્ડક્લાસિકલ અને ક્વોન્ટમ ગ્રેવીટીનું  સભ્ય પદ પણ તેમને મળેલ છે. ડિસેમ્બર ૧૯૮૯ માં તેમની  ની પસંદગી માટે નેશનલ સાયન્સ ફાઉન્ડેશન પેનલ (ફિઝિક્સ વિભાગ) ના સભ્ય તરીકે પણ થયેલ છે. ૨૦૦૧ થી ૨૦૦૫ દરમિયાન ગુરુત્વાકર્ષણ વેવ ફિઝિક્સ માટે એન.એસ.એફ. ફિઝિક્સ ફ્રન્ટીયર સેન્ટરના કારોબારી સમિતિ, ૨૦૦૨ માં અમેરિકન ફિઝિકલ સોસાયટી ઓફ ફર્સ્ટ આઈન્સ્ટાઈન પ્રાઇઝ સમિતિ  અને ૨૦૦૪ થી અત્યાર સુધી ખગોળશાસ્ત્ર ની ઇન્ટર યુનિવર્સિટી સેન્ટર સાયન્ટિફિક એડવાઇઝરી કાઉન્સિલ અને યુનિવર્સિટી જાયન્ટ્સ કમિશન ના ભારતના સભ્ય તરીકે ફરજ બજાવે છે.
                  ડો. અભય વસંત અષ્ટેકર લૂપ ક્વૉન્ટમ ગેવિટિ ના શોધક છે અને તેમનું અન્ય ક્ષેત્ર લૂપ ક્વૉન્ટમ કોસ્મોલોજી છે. તેમણે લૂપ ક્વૉન્ટમ ગ્રેવિટી વિષે સંખ્યાબંધ વર્ણન લેખો પણ લખ્યા છે. જે બિન-ભૌતિકશાસ્ત્રીઓ માટે ઘણા સુલભ થઇ પડે તેમ છે. ઇ.સ.૧૯૯૯માં અભય વસંત અષ્ટેકર અને તેમના સાથીઓ બ્લેક હૉલની નિષ્ક્રિય ઊર્જા ની ગણતરી કરવામાં સફળતા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહ્યા છે. ઓક્સફોર્ડના ગાણિતીક ભૌતિક શાસ્ત્રી રોઝર પેનરોઝ અષ્ટેકરના ક્વૉન્ટમ ગ્રેવીટી પરના સંશોધન અને તે માટે તેમણે કરેલા પ્રયત્નોને વખાણે છે. ગ્રેવીટી રિસર્ચ ફાઉન્ડેશન, મેસેચ્યુસેટ્સ, ૧૯૭૭ દ્વારા એનાયત વાર્ષિક આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં પ્રથમ ઇનામ પણ પ્રાપ્ત કરેલ છે.

                  ડૉ. અભય અષ્ટેકર પોતે એક નાસ્તિક છે. છતાં પણ તેમણે ભારતીય અને અન્ય પૂર્વીય તત્વજ્ઞાન વિશેના ગ્રંથો વાંચવામાં રસ છે. જેમ કે તાઓ અને ઝેન પરંપરાઓ વિષેના પુસ્તકો વાંચવામાં પણ તેમને રસ છે. વધુમાં તેઓ ભગવત ગીતાથી વધુ પ્રેરિત થયા હોવાનો દાવો કરે છે. જેનાથી પોતાના કાર્ય તરફ ઉત્તમ વલણ કેળવાય છે એવો તેમનો મત છે.

Wednesday, 18 March 2015

રમણભાઇ નીલકંઠ

રમણભાઇ નીલકંઠ

               ગુજરાતના પ્રથમ સમર્થ હાસ્યકાર નીલકંઠનો જન્મ ઇ.સ. ૧૮૬૮ માં અમદાવાદમાં થયો હતો. તેજસ્વી વિદ્યાર્થીકાળ પછી વકીલાતની ઝળહળતી કારકિર્દી ઘડી તેમણે સામાજીક કાર્યોમાં રસ લેવા માંડ્યો. તેમની ઊંડી અવલોકન શક્તિએ માનવ સ્વભાવના અનેક પાસાં જોયાં. તેથી તેમનામાં રહેલી સુષુપ્ત એવી વિનોદવૃતિ જાગી ઊઠી અને  ભદ્રંભદનું સર્જન થયું. ઉપરાંત રાયનો પર્વત ’, ધર્મ અને સમાજ ’, તેમજ હાસ્યમંદિર એ તેમની મૂલ્યવાન કૃતિઓ છે. કવિતાઅને સાહિત્ય ના ચાર ભાગના વિપુલ લેખન સાહિત્યમાં તેમની વિવેચન દ્રષ્ટિ દેખાય છે. સતત ત્રીસ વર્ષ સુધી જ્ઞાન સુધા ના તંત્રી તરીકે પણ તેમણે કામ કર્યું. સુખી કૌટુંબિક જીવનના સદભાગી તેઓ જીવનમાં નિરાભિમાની, સિદ્ધાંતપ્રિય અને નીડર હતા. જૂની મૂર્તિઓને પૂજ્યા કરવું કે નવા આચાર્યોને નમી પડવું-બંનેથી રમણભાઇ દૂર હતા. તા.૦૬/૦૩/૧૯૨૮ ના રોજ તેમનું અવસાન થયું. ૬૦ વર્ષની આયુમાં તેમણે અનેકવિધ પ્રવૃતિઓ કરી સકલ પુરુષ તરીકે નામના મેળવી હતી. એક સમર્થ હાસ્યકારે કહ્યું છે: “ ભંદ્રભદ્રના  રચનારને પદભ્રષ્ટ કરી શકે તેવો મહાનુભાવ ગુજરાતી હાસ્યસૃષ્ટિમાં હજી જનમ્યો નથી.” પોતાના ભદ્રભદ્ર પાત્ર દ્વારા ચિરંજીવ બનેલા રમણભાઇ આજે વરસો પછી પણ ગુજરાતી સાહિત્યમાં માનભર્યું સ્થાન ધરાવે છે.     

ભગવતસિંહજી

ભગવતસિંહજી

                   પોતાને રાજા નહીં પણ પ્રાજાના ટ્રસ્ટી સમજનાર નોખી માટીના મહામાનવ ભગવતસિંહજીનો જન્મ તા. ૨૪.૧૦.૧૮૬૫ ના રોજ ધોરાજી ખાતે થયો હતો.તેમણે રાજકુમાર કૉલેજમાં અંગ્રેજી કેળવણી લીધી.પછી તેમણે  ઘણી ડિગ્રીઓ પરદેશમાં મેળવી હતી. પિતાના અવસાન પછી ગોંડલના રાજવી બન્યા. તેમણે એવી દીર્ઘદ્રષ્ટિથી રાજ્ય ચલાવ્યું કે ગોંડલ રાજ્યનો ખૂબ ઝડપથી વિકાસ થયો અને પોતે પ્રજા પ્રિય થયા હતા. તેમણે રાજ્યમાં દરેક ગામે દરવાજો અને શાળાઓ બનાવી હતી. ધોળાથી ધોરાજી સુધીની રેલવે લાઇન તેમના સમયમાં ખુલ્લી મુકાઇ હતી. રાજ્યના એક એક પૈસાની તેમને કિંમત હતી. બિહારમાં થયેલ ધરતી કંપ વખતે ભગવતસિંહજીએ એક લાખ રૂપિયાનો ફાળો આપ્યો હતો. તેમને સૌથી વધુ કિર્તી અપાવનાર તેમણે તૈયાર કરેલ ભગવત્ ગોમંડલનામનો મહાન શબ્દ કોષ છે. ૧૬ વર્ષની મહેનતના અંતે  ૨૫ મી ઑગસ્ટ ૧૯૪ ના રોજ ૯૦૨ પાનાનો દળદાર પ્રથમ ભાગ પ્રસિધ્ધ થયેલો. કુલ નવ ભાગમાં બનેલા આ કોષમાં ૨,૮૧,૩૭૭ શબ્દો અને ૯૨૭૦ જેટલાં પાનાં છે. જ્યાં જરૂર જણાય ત્યાં સચિત્ર વર્ણન કરવામાં આવ્યું છે. આ શબ્દકોષની ગાંધીજીએ ખૂબ પ્રશંસા કરી જણાવેલું કે : આ ગ્રંથની પ્રસ્તાવના લખવાની મારી શક્તિ નથી ભગવતસિંહજીએ ગુજરાતી ભાષાની ઉત્તમ સેવા કરી હતી. આને કારણે માત્ર ગોંડલ નહીં, પરંતુ સમગ્ર ગુજરાતી તેમના ઋણી રહેશે.