Sunday, 8 July 2018

અફ્રોઝ અહમદ



           
             અફ્રોઝ અહમદ એક  ભારતીય પર્યાવણ વૈજ્ઞાનિક અને વિકાસ સંચાલક છે. તેઓ ભારતના પર્યાવરણ અને વિકાસને લગતા વકીલ છે.
              તેમનો જન્મ બલરામપુર ઉત્તરપ્રદેશમાં તા. ૧૪ મી નવેમ્બર ૧૯૫૮ ના રોજ થયો હતો. તેમના પિતાનું નામ ઉસ્માન ગની અને મતાનું નામ ઝહિદા બેગમ ખાન છે. અફ્રોઝ અહમદે કવિ અને રાજનિતી સાથે સંકળાયેલ બેકલ ઉત્સાહીની દીકરી બેગમ સાદીયા યાસ્મીન સાથે લગ્ન કર્યા હતા. જેઓ પણ એક કવિ અને સામાજિક કાર્યકર છે.
               તેમણે માસ્ટર ઓફ સાયન્સ નો અભ્યાસ  એમ.એલ.કે. કોલેજ / અવધ યુનિવર્સિટી માં પોતાના વતન  બલરામપુર (ઉત્તરપ્રદેશ) ખાતે ૧૯૮૧ માં કર્યો હતો.  તેમજ ૧૯૮૬ માં તેમણે ત્યાંથી જ  ડોક્ટર ઓફ ફિલોસોફી ની પદવી પણ મેળવી. ઉપરાંત તેમણે ૧૯૮૮ માં અનુસ્નાતક પદવી  યુનાઈટેડ નેશન્સ ઇન્ટરનેશનલ ટ્રેનિંગ / પોલિસી મેકર્સ ડિપ્લોમા  ટેકનોલોજી યુનિવર્સિટી  જર્મની, ઓસ્ટ્રેલિયા અને સોવિયત સમાજવાદી રીપબ્લિકના સંઘ ખાતેથી મેળવી.
               ડિસેમ્બર ૨૦૧૪ માં  ભારત સરકારમાં તેમને  નર્મદા નિયંત્રણ નિગમ અને જળ સંશાધન મંત્રાલય, નદી વિકાસ અને ગંગા શુદ્ધિકરણ મંત્રાલયમાં પર્યાવરણ અને પુન:નિવાસ માટેના સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
               અહેમદ ૧૯૮૯ થી ૧૯૯૧ સુધીભારત સરકારની જી.બી.પી. ઇન્સ્ટિટ્યૂટ ઓફ હિમાલયન એન્વાયરમેન્ટલ એન્ડ ડેવલપમેન્ટ  સાથે સંકળાયેલા હતા. તેઓ નર્મદા નિયંત્રણ બોર્ડ અને નર્મદા જળ સંપત્તિ ના ડિરેક્ટર પદે ઇન્દોર ખાતે નિયુક્ત થયેલા છે.
               તેમણે રોયલ સ્વીડિશ એકેડેમી ઓફ સાયન્સ દ્વારા પ્રકાશિત ત્રણ લેખ સહિત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રકાશિત 100 રિસર્ચ પેપર અહેવાલો અને નીતિ આયોજન, પર્યાવરણીય વ્યવસ્થાપન, ટકાઉ વિકાસ અને પુનર્વસન પરના લેખોનું મહત્વનું યોગદાન આપ્યું છે.
                નર્મદા વેલી અને પુનર્વસવાટના કાર્યક્રમોના સંરક્ષણમાં પ્રસિદ્ધ પર્યાવરણીય વૈજ્ઞાનિક અને વિકાસ સંચાલક ડૉ. આફ્રોઝ અહેમદને ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય આદિજાતિ યુનિવર્સિટી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. ડૉ. અહેમદે યુવાન વૈજ્ઞાનિકો અને સંશોધકોને ઘણી રાજ્યોમાં નર્મદા નદી સાથે પર્યાવરણીય, સામાજિક અને સાંસ્કૃતિક મુદ્દાઓના આંતરશાખાકીય અભ્યાસ માટે આગળ આવવા વિનંતી કરી છે. ડૉ. અહેમદે નર્મદા બેસિનના સંરક્ષણ પર્યાવરણ અને સંસ્કૃતિ માટે કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા વિવિધ પ્રોજેક્ટ્સ અને પ્રોગ્રામ્સના માર્ગદર્શન માટે ફેકલ્ટી સભ્યોને પ્રોત્સાહન આપ્યું. તેઓ કહેતા કે નર્મદા વિશ્વના સૌથી ધનિક કુદરતી સ્રોતો પૈકી એક છે. પવિત્ર નર્મદા સાથે સંકળાયેલ વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિ અને સાંસ્કૃતિક મૂલ્યો પ્રકૃતિમાં અલગ છે. પ્રકૃતિ સંરક્ષણ માટે શિક્ષણવિંદો અને સંશોધકો સંરક્ષકો બની શકે છે. તેમણે નર્મદાના સમગ્ર વિસ્તારના દસ્તાવેજીકરણ માટે આગળ આવવું જોઇએ. ડૉ. અહેમદે બોડી પત્રકારો દ્વારા પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક કમ્યૂનિકેશન સામગ્રી તૈયાર કરવા માટે ઇગ્ન્યુ એનટીયુમાં ઇકો મિડિયા સેન્ટરની સ્થાપના કરવાનું સૂચન કર્યું હતું.
       મુલાકાતી વૈજ્ઞાનિક તરીકે ૧૯૯૦ માં પર્યાવરણીય સંચાલન ક્ષેત્રે જર્મનીમાં પ્રોફેસર યુનાઇટેડ નેશન્સ, ઑસ્ટ્રિયન એકેડેમી ઓફ સાયન્સિસ એન્ડ હ્યુમન ઇકોલોજી કમિશન,અને ૧૯૯૮માં ગેસ્ટ સાયન્ટિસ્ટ રોયલ સ્વીડિશ એકેડેમી ઓફ સાયન્સ ખતે સેવા આપી છે.
અફ્રોઝ અહમદને તેમની શ્રેષ્ઠ સેવા બદલ  ભારત સરકાર દ્વારા ૯ જુલાઇ ૨૦૧૦ ના રોજ  હૈદરાબાદ ખાતે તકેદારી અભ્યાસ વર્તુળના સાતમા વર્ષગાંઠ સભા દરમિયાન ભારત સરકારના સેન્ટ્રલ વિજિલન્સ કમિશનર (સીવીસી) દ્વારા વર્ષ ૨૦૧૦ માટેના રાષ્ટ્રીય તકેદારી શ્રેષ્ઠતા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા.  ૧૯૯૭ માં જોર્ડાના માનનીય રાણી નૂર દ્વારા યુનાઇટેડ નેશન્સ યુનિવર્સિટી લીડરશિપ ઓનર તરીકે પણ નવાજવામાં આવ્યા.